શાળા-કોલેજો ની ફી અને વેકેશન અંગે રૂપાણી સરકાર તરફથી આવ્યા મોટા સમાચાર
કોરોના વાઈરસ એ આખા વિશ્વ માં હાહાકાર મચાવી દીધો છે.છેલ્લા ૨૧ દિવસ થી દેશમાં લોક ડાઉન ની પરિસ્થિતિ દરમિયાન ઘણા વાલીઓ ના પ્રશ્નો સતત ચાલુ જ હતા. આવતી કાલે સવારે ૧૦ વાગ્યે જયારે માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરીથી દેશની જનતા સમક્ષ આવી રહ્યા છે સરકાર નો આગળ નો નિર્ણય લઈને ત્યારે ગુજરાત ના વાલીઓ ના મહત્વના પ્રશ્નો ના જવાબ અને નિર્ણય ગુજરાત સરકારે કરી લીધો છે.

કોરોનાને કારણે સર્જાયેલા સંકટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. નિર્ણય મુજબ ગુજરાતની કોઈ જ સ્કૂલ આ વર્ષે ફી વધારી નહીં શકે. આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે, પછી એ ગુજરાત બોર્ડની હોય કે અન્ય બોર્ડની. આ ઉપરાંત એવો નિર્ણય પણ લેવાયો છે કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ઠેઠ નવેમ્બર સુધી જમા કરાવી શકશે. કોઈ વાલી આ ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો એ સવલત પણ મળશે.
મુખ્યમંત્રી રૂપાણીએ લીધેલાં નિર્ણય મુજબ રાજ્યની કોઈપણ સ્કૂલ 1 જૂન પહેલા નહીં જ ખુલે. જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન રહેશે. ધોરણ 10 અને 12ની પરિક્ષાઓના પેપર ચેકિંગનું કામ 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકડામણ ન થાય એ માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે, માર્ચ-એપ્રિલ-મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાશે
શાળાઓ 1 જૂન પહેલાં નહીં જ ખૂલે: 16 એપ્રિલથી સત્ર શરૂ કરવું સંભવ જ નથી: મુખ્યમંત્રી રૂપાણીએ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
કૉલેજ-યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન: વાલીઓની અનેક ચિંતાઓ દૂર કરતી રાજ્ય સરકારની જાહેરાત
Author: ‘Bhavya Raval’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.