અમદાવાદ માટે આવ્યા રાહતના સમાચાર – ૧૫ મેથી મળશે આટલી રાહત
ખુબ જ કોરોના કેસ મળતા થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં બેકાબૂ બનેલા વાયરસ ને કાબૂમાં કરવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી હતી અને જેને લીધે ૭ દિવસ માટે આખા અમદાવાદ શહેરમાં દૂધ ની દુકાનો અને મેડીકલ સ્ટોર સિવાય બધી જ સર્વિસ અને દુકાનો માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

છેલ્લા થોડા દિવસ થી નવા કેસ ની સંખ્યા તો વધી જ રહી છે પણ એની સાથે ડીસ્ચાર્જ રેટ ઘણો વધ્યો છે અને રોજ ઘણા નવા પોઝીટીવ દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે અને સાથે સાથે અમદાવાદ ની પ્રજા ને તકલીફ ના પડે એ માટે આજે મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય મુજબ ૧૫ મે થી અમદાવાદ માં અપાયેલા ચુસ્ત લોકડાઉનમાં શરતો સાથે નીચેની સેવાઓ ફરી ચાલુ કરી શકાશે.
મળતી વિગત મુજબ, અમદાવાદ માં ૧૫ તારીખ પછી શાકભાજી મળતા થશે અને અનાજ દળવાની ઘંટી ચાલુ રાખી શકાશે. આ સાથે કારીયાના ની દુકાનો પણ ખોલી શકાશે. પણ આ બધાએ કોરોના થી સુરક્ષા માટેની દરેક વસ્તુઓ નું ધ્યાન રાખવું પડશે જેમકે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિગેરે.
અને સાથે સાથે જણાવી દઈએ કે આ બધી સેવાઓ આખો દિવસ અને ગમે તે સમયે નહિ પણ સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલી રાખી શકાશે. આ સિવાય ના સમયમાં આ દરેક દુકાનો, સેવાઓ તદન બંધ રહેશે અને કોઈ પણ સંજોગો માં ખોલી નહિ શકાય.
ભલે આટલી સેવાઓ ચાલુ થઇ પણ જરૂર વગર હજુ પણ બહાર નીકળવું જરા પણ હિતાવહ નથી જ અને જેથી શક્ય હોય ત્યાં સુધી ઘર બહાર નીકળશો નહિ એવું શહેર કલેકટર, કમિશનર અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.