આ હતો ‘રામ’ એટલે કે અરુણ ગોવિલ માટે રામાયણમાં સૌથી અઘરો સીન – પોતે કબુલ્યુ
રામાનંદ સાગર નિર્દેશિત રામાયણ નો શનિવાર ને ૨-મેં ના દિવસે દુરદર્શન ઉપર પ્રસારિત થવામાં આવ્યો હતો. રામાયણના દર્શેકો આ છેલ્લા એપિસોડ માં ખુબજ ભાવુક થઇ ગયા હતા. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના સુચન દ્વારા રામાયણને દુરદર્શન દ્વારા પ્રસારિત કરવા માં આવ્યું અને આ સુચન લાભદાયી નીવડ્યું અને દરેક ઘરોમાં ધાર્મિક વાતાવરણ બની રહ્યું.શનિવાર રાત ના ટ્વીટર ઉપર #રામાયણ અને #ઉતર રામાયણ એવા #tags,ટ્વીટર ઉપર ખુબજ નજરે ચડેલા.

રામાયણ માં ભગવાન રામ નો કિરદાર અરુનગોવિલે કરેલો છે.અભિનેતા અરુન ગોવિલે ,રામાયણ ને લઈને એક મોટો ખુલાસો સોશિયલ મીડિયામાં કરેલો છે, અભિનેતા અરુન ગોવિલ માટે રામાયણમાં સૌથી મુશ્કિલ કયું દ્રશ્ય હતું? આવા કેટ-કેટલાય સવાલો અભિનેતા અરુન ગોવિલ ને તેમના ચાહકો દ્વારા પૂછવામાં આવ્યા છે,અને રામાયણના દર્શેકો સાથે સીધે સીધી વાત કરી શકે તેના માટે અભિનેતા અરુન ગોવિલે #AskArun નામક ટ્વીટર account માં ટ્વીટ કરતા અને બધા જ દર્શકોને તેમના પ્રશ્નો ના જવાબ ખુબ જ આસાની થી આપેલા છે.
hearing the news of King Dashrath’ death and reacting on that. https://t.co/yvK7mvidKa
— Arun Govil (@arungovil12) May 2, 2020
પ્રસંશકો એ અરુન ગોવિલ ને કેટલાય સવાલો પૂછેલા છે,અને અભિનેતા અરુન ગોવિલે બધા જ સવાલોના જવાબ ખુબજ ધેર્યથી આપેલા છે,આવામાં એક ફેંસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમારા માટે રામાયણમાં સૌથી મુશ્કિલ કયું દ્રશ્ય હતું? ત્યારે અભિનેતા અરુન ગોવિલે જણાવેલું કે ભગવાન રામ ની ભૂમિકાનો રોલ કરતા તેમના માટે સૌથી મુશેકલ દ્રશ્ય એ હતું કે તેમને રાજા દશરથની મૃત્યુ ના સમાચાર મળે છે અને ત્યારે તેમને તેના ઉપર પ્રતિક્રિયા આપવાની હોય છે.
આ સિવાય પણ અભિનેતા અરુન ગોવિલને ઘણા બધા સવાલો દર્શકો તરફ થી આવેલા છે અને અરુનજી એ બધા જ સવાલોના એક એક કરીને બધાના જવાબ આપેલા છે,આવા જ સમયે એક ફેંસ દ્વારા એવો સવાલ પુછવામાં આવેલો કે કોરોના વાયરસ થી પીછો ક્યારે છૂટશે પ્રભુ? ફેંસના આ સવાલ ના જવાબ પર અભિનેતા અરુન ગોવિલે લખ્યું છે કે બધા જ પ્રયાસો થી જલ્દી જ વાયરસ થી પીછો છૂટી જશે, આ જવાબ ના માધ્યમથી અરુન ગોવિલે ફેંસ ને જણાવ્યું કે કોરોના વાયરસ થી લડવા માટે જે પ્રયાસો થઇ રહ્યા છે તે પ્રયાસો ને વધારવાની જરૂર છે, એવી પણ સલાહ દીધેલી છે.
sabke efforts se jaldi he chhotega. https://t.co/9FmZao8fjD
— Arun Govil (@arungovil12) May 2, 2020
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશભરમાં લોકડાઉન છે, આ સમયે દુરદર્શન દ્વારા પ્રસારિત કરવામાં આવેલી ધાર્મિક સીરીયલો જેવી કે રામાયણ અને મહાભારત ને ખુબ જ લોકચાહના મળી છે,બીજી વાર ટેલીકાસ્ટ કરવાના આ નીર્ણય થી, આ સિરિયલોની લોકચાહના આસમાન ને પહોચી ગઈ છે.
તેમજ સીરીયલનું પ્રસારણને ટેલીવિઝમા તો લોકચાહના મળી જ છે અને સાથે સાથે તેનો ક્રેજ સોશિયલ મીડિયા ઉપર પણ સારો એવો જોવા મળ્યો છે,રામાયણ ના અમુક મહત્વપૂર્ણ કીસ્સાઓની સાથે- સાથે લોકો રામાયણમાં મહત્વપૂર્ણ અભિનય કરવા વાળા અભિનેતાઓ વિષે વધુ માહિતી જાણવામાં પણ સારી એવી ઉત્સુકતા દર્શાવી છે. આની સાથે જ રામાયણમાં મહત્વપૂર્ણ રોલ કરવાવાળા અભિનેતાઓના ફ્રેન્ડ ફોલોવર બેઝમાં પણ સારો એવો વધારો થયો છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.