જોનારની દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે ૧૪ વર્ષે દેખાતુ આ ફૂલ – જાણો ક્યાં થાય છે આ ફૂલ

પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુ સુંદર હોય છે. ભલે તે નદી હોય કે તળાવ, ફૂલ હોય કે છોડ. આ બધી વસ્તુઓ ન ફક્ત આકર્ષક હોય છે પણ તે એવા ગુણો પણ ધરાવે છે,ભગવાને પ્રકૃતિનું સર્જન જ એવી રીતે કરેલું છે,જે માનવ હિતમાં કામ આવે છે. એમાંથી અમુક તો સંપૂર્ણ રીતે દૈવીય શક્તિ વાળા માનવામાં આવે છે.

આપને જોઈએ તો વૃક્ષોમાં પીપળા અને વડના ઝાડને ઈશ્વરીય શક્તિનું પ્રતીક માનવામાં આવ્યા છે. નદીઓમાં તો લગભગ બધી નદીઓ દૈવીય અસ્તિત્વ ધરાવે છે. એવામાં જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય, પરંતુ તે એની અલૌકિક શક્તિને ઓછું નથી કરતું.

એ ફૂલનું નામ છે બ્રહ્મ કમળ. આજે અમે તમને આ લેખના માધ્યમથી બ્રહ્મ કમળ વિષે થોડી જાણકારી આપીશું. બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીનું પુષ્પ માનવામાં આવે છે. હિમાલયની ઊંચાઈઓ પર મળતું આ ફૂલ પોતાનું પૌરાણિક મહત્વ પણ રાખે છે. આ ફૂલ વિષે એવી એક માન્યતા છે  એ કે, તે મનુષ્યની દરેક ઈચ્છાઓને પુરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે, જે દેખાવમાં ઘણું આકર્ષક હોય છે. એનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ મળે છે.

બ્રહ્મ કમળ સાથે જોડાયેલી ઘણી બધી પૌરાણિક માન્યતાઓ છે. જેમાંથી એક માન્યતા અનુસાર જે કમળ પર સૃષ્ટિના રચયિતા બ્રહ્મા વિરાજમાન હોય છે તે જ બ્રહ્મ કમળ છે. એમાંથી જ સૃષ્ટિના રચયિતા બ્રહ્માની ઉત્પત્તિ થઇ હતી.

બીજી પૌરાણિક કથા અનુસાર જયારે પાંડવ જંગલમાં વનવાસ કરી રહ્યા હતા, ત્યારે દ્રૌપદી પણ એમની સાથે ગઈ હતી. દ્રૌપદી કૌરવો દ્વારા થયેલા પોતાના અપમાનને ભૂલી શકી ન હતી. સાથે જ જંગલની યાતનાઓ પણ માનસિક એમને કષ્ટ પ્રદાન કરી રહી હતી.

જયારે દ્રૌપદીએ પાણીની લહેરમાં વહેતા એક સોનેરી કમળને જોયું તો એમના દરેક દુઃખ એક અલગ જ ખુશીમાં પરિવર્તિત થઇ ગયા.દ્રૌપદીને એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો. દ્રૌપદીએ પોતાના સૌથી વધારે સમર્પિત પતિ યુધિષ્ઠિરને એ સોનેરી ફૂલ શોધવા માટે મોકલ્યા. એ ફૂલની શોધ દરમ્યાન ભીમની મુલાકાત હનુમાનજી સાથે થઇ હતી.

આ ફૂલ સાથે ઘણી બધી પૌરાણિક માન્યતાઓ પણ પ્રચલિત છે,કોઈ પણ વ્યક્તિ આ ફૂલને જોઈ લે તો તેની દરેક મનોકામના પૂરી થાય છે. આ કમલ ફુલ હમેશ મોડી  રાત્રે જ ખીલે છે અને થોડા કલાકો માટે જ રહે છે. આ ફૂલ 14 વર્ષમાં એક વાર જ ખીલે છે, જે કારણે એના દર્શન અત્યંત દુર્લભ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

 

Leave a Reply

error: Content is protected !!