લોટ બાંધીને ફ્રીઝમાં મુકતા હો તો થઇ જાઓ સાવધાન – આ બીમારીઓ ના શિકાર થઇ શકો છો
આજકાલ માણસ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ ખુબજ જાગૃત થઇ ગયા છે,પોતાના સ્વાસ્થ્યને બેહતર બનાવા માટે માણસો રોજ વ્યાયમ કરે છે, તેમજ સ્વસ્થય વર્ધક ખોરાકનું સેવન કરે છે.પરંતુ ક્યાંકને ક્યાંક આપના થી ભૂલ થઇ જ જતી હોય છે,અને જેના પરિણામે આપણને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.બધાના ઘરમાં લગભગ રોટલીનો લોટ વધુ બંધાઈ જાય તો તેને ફ્રીઝમાં મૂકી દેવામાં આવે છે, જેથી કરીને તેનો બીજીવાર રોટલી બનાવામાં ઉપયોગ થઇ શકે,અને એવી માન્યતા છે કે વધેલો રોટલીનો લોટ જો ફ્રીઝમાં મુકીને ફરીથી વાપરવામાં આવે તો કોઈ નુકશાન થતું નથી.પરંતુ તમને કદાચ ખ્યાલ નથી કે ફ્રીઝમાં મુકેલા લોટ માંથી જો રોટલી બનાવીને તેનું સેવન કરવામાં આવે તો તમે ઘણા બધા રોગ ને આમંત્રિત કરી શકો છો.

હવે જો તમે ફ્રીઝમાં લોટ મુકો ત્યારે જો તેને ભીના કપડા થી ઢાંકતા હોય તો, તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનીકારક કેમિકલ્સ પણ ઉત્પન્ન થાય છે.
આજકાલ મહિલાઓની લાઈફ પણ ખુબ જ વ્યસ્સ્ત થઇ ગઈ છે, મહિલાઓ પુરુષની સાથે સાથે નોકરી, બહારના કામ તેમજ ઘરકામ કરતી હોય છે, જેને લીધે થઈને તેમનું જીવન ખુબજ વ્યસ્ત થઇ ગયું છે.એટલે મહીલાઓ પોતાનો સમય બચાવા માટે લોટ થોડોક વધુ જ બાંધી નાખે છે, જેથી તે પોતાના સમય નો બચાવ કરી શકે,ફ્રીઝમાં મુકેલ લોટની રોટલી ભલે તમને ખાવામાં ખરાબ ના લગતી હોય પરંતુ જો તમે હવે વાસી લોટ ની રોટલી બનાવીને તેનો ઉપયોગ ખોરાકમાં કરતા હોય તો તમને જણાવી દઈએ તમે કેટલી બીમારીઓને આમંત્રિત કરી રહ્યા છો.
વાસી લોટ ની રોટલીઓ ખાવાથી ઉત્પન થઇ સમસ્યાઓ
૧.વાસી લોટ ની રોટલી ખાવાથી કબજીયાતને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે,અગર જો આપને કબજિયાત ની સમસ્યા હોય તો તમારે વાસી લોટ માંથી બનેલ રોટલી નું સેવન ના કરવું જોઈએ.
૨.અગર તમે વધેલા લોટ માંથી રોટલી બનાવીને ખોરાકમાં ઉપયોગ કરતા હોય તો, પાચનને લગતી સમસ્યાઓ પણ થાય છે, તમારી રોપ્રતીકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે.
૩.ફ્રીઝમાં મુકેલા લોટ માંથી જો તમે રોટલી બનાવીને ઉપયોગ માં લેતા હોય તો આપને ચેતવી દઈએ કે તેનાથી ગેસ ને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે.
આ સિવાય પણ કોઈ પણ રાંધેલો ખોરાક તમે ફ્રીઝમાં મુકીને ફરીથી તેને ગરમ કરીને ઉપયોગમાં લેતા હોય તો, તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે,આપણે ખોરાક જ એટલા માટે લઈએ છીએ કે ખોરાકમાં રહેલા પોષક તત્વો આપણને મળે, પરંતુ ફ્રીઝમાં મુકેલો ખોરાક ભલે ખરાબ ના થતો હોય પણ તેમાં રહેલા પોષક તત્વો સંપૂર્ણ પણે નાશ પામે છે. તમે ફ્રીઝમાં મુકેલા ખોરાક નો ઉપયોગ કરતા હોય તો તે ખોરાક થી ખાલી તમારું પેટ ભરો છો કોઈ પોષક તત્વો લેતા નથી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.