કોરોના પોઝીટીવ દર્દીઓ જે હોસ્પીટલમાં છે એમના માટે ખુશખબર – જરૂર વાંચો
રાષ્ટ્રીય કક્ષાએ કોરોના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ -૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RT, PCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.
કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે
ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે: છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો
કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હવે સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.