ઈરફાન ખાન પરિવાર માટે છોડી ગયા આટલી સંપતિ – એક ફિલ્મના આટલા કરોડ લેતા હતા
ફેમસ બોલીવુડ એક્ટર ઈરફાનખાન નું ગયા બુધવારે મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઈરફાનખાને 53વર્ષ ની ઉમરે જ આ જગતને અલવિદા કહી દીધું છે.ઈરફાનખાન ના પરિવારમાં તેની પત્ની સુપતા અને બે પુત્રો બાબીલ અને અયાનને છોડીને ચાલ્યા ગયા છે.ઈરફાનખાન ના મૃત્યુ પછી તેમના પરિવાર માટે કેટલી સંપતિ છોડીને ગયા છે તે અત્યારેચર્ચા નો વિષય થઇ ગયો છે, અને મીડિયા રીપોર્ટર પાસેથી એવી માહિતી મળેલ છે કે ઈરફાનખાન લગભગ 320 કરોડની સંપતિના માલિક હતા.

બોલીવુડમાં એક્ટિંગની શાનદાર છાપ છોડીને જનાર ઇરફાનખાન એક ફિલ્મ કરવા માટે લગભગ ૧૫ કરોડ જેટલા રૂપિયા ચાર્જ કરતા હતા, તે ફિલ્મો ઉપરાંત તેમની સુપ્રસિદ્ધ એક્ટિંગથી તેમને જાહેરાતોમાં પણ કામ કરવાની સારી એવી તક મળતી હતી, અને એક જાહેરાત કરવાના તેઓ લગભગ 5 કરોડ નો ચાર્જ લેતા હતા, તેઓ ફિલ્મમાં કામ કરવાનો ચાર્જ લેતા અને તેની સાથે સાથે ફિલ્મના પ્રોફિટમાંથી પણ અમુક પરસેન્ટ હિસ્સો પણ લેતા હતા.આ સિવાય તેમની પ્રોપર્ટીની વાત કરીએ તો, મુંબઈ માં તેમનું એક ઘર છે અને જુહુ ખાતે તેમનો એક શાનદાર ફ્લેટ પણ છે.
ઈરફાનખાનનું પૂરું નામ સાહેબજાદે ઈરફાન અલી ખાન છે, તેમનો જન્મ રાજસ્થાનમાં થયેલો હતો, હાલમાં જ થોડા સમય પેહલા તેમની માતા નું અવસાન થયેલું પરંતુ લોકડાઉન ને લીધે, તેઓ તેમની માતાની અંતિમ યાત્રા માટે પણ જઈ શક્યા ન હતા, તેમના પિતા નું નામ યાસીન ખાન હતું, તેમનું અવસન ઘણા સમય પેહલા જ થઇ ગયેલું. સાલ 2019 માં ઈરફાન ખાન ને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર થયું હતું, અને તેની ટ્રીટમેન્ટ માટે તેમને લંડનમાં સારવાર માટે ખસેડવામાં આવેલા,લંડન થી સારવાર લઈને આવ્યા બાદ તેઓ એ ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરવાનું શરુ કરેલુ અને અંગ્રેજી મીડીયમ મુવી માં પણ જોવા મળ્યા હતા.
તેમની તબિયત સારી ન હોવાને લીધે તેઓ અંગ્રેજી મીડીયમ ફિલ્મના પ્રમોશનમાં પણ જોવા મળ્યા ન હતા,પ્રમોશન ના સમયે ઈરફાનખાને એક ઓડીઓ ક્લીપથી મેસેજ મોકલેલો, અને તેમની તબિયત સારી ના હોવાને કરને તેઓ અત્યારે ટીમની સાથે નથી પરંતુ તેમની તબિયત જેવી સારી થશે એટલે તેઓ જલ્દી જ તેમના ફેંસ ની સામે આવશે, ઈરફાન ખાન ને વર્સોવાના કબ્રસ્તાનમાં દફનાવામાં આવ્યા હતા,અને લોકડાઉન ને લીધે તેમની અંતિમ વિદાય માં ખાલી ૨૦ લોકો એ જ હાજરી આપેલી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.