છેલ્લા સમયમાં કાદરખાનની આવી દયનીય હાલત હતી – સંતાનો માટે અધધ આટલી સંપતિ છોડી ગયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક એવા કોમેડી જગતના બાદશાહ એવા કાદરખાન ને બધા જ ઓળખાતા હશે. કાદરખાન નું નામ પડતા જ બધાજ ના ચેહરા ઉપર હાસ્યની લહેર ફરી વળે છે.જેમનું મૃત્યુ 81વર્ષેની ઉમરે 31-ડિસેમ્બરના રોજ થયેલું છે. 90 ના દાયકામાં કોમેડીયાન તરીકે ફેમસ થયેલા કાદરખાન ને ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે, તેનો બોલિવૂડની ફિલ્મની અંદર એક અલગ જ કિરદાર હતો.

તેમના દ્વારા ભજવવામાં આવેલા દરેક પાત્રોને યાદ કરીને હસવુ આવી જાય છે.  ખાસ કરીને કાદરખાન ની ગોવિંદા સાથેની જોડી ખૂબ જ મશહૂર છે. આ બંને અભિનેતાઓએ ભેગા મળીને ઘણી બધી ફિલ્મો કરી છે જેમાં હીરો નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, આંખે મુખ્ય ગણવામાં આવે છે. પરંતુ લોકોને હસાવવા કાદરખાન હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમના મૃત્યુના સમાચારથી તેમના ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે જ કાદરખાન ના મૃત્યુ ના સમાચાર સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તેઓને થોડા દિવસો પહેલા જ તેમને ક્રીટીકલ કંડીશન માં કેનેડા ની હોસ્પિટલ માં ભરતી કરાવવામાં આવ્યા હતા.

મીડિયાને મળેલ માહિતી  અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાને એકલા અનુભવ કરવા લાગ્યા હતા. આટલા સમય સુધી બોલિવૂડ ની અંદર કામ કરવા છતાં પણ કોઈ બોલીવુડ ના લોકો તેનો હાલચાલ પૂછવા પણ આવ્યા નહોતા.પોતાના કેરિયરની અંદર કાદર ખાને ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. કાદરખાન માત્ર અભિનેતા જ નહોતા પરંતુ તેઓ સારા સ્ક્રીપ્ટ રાઈટર અને ડાયરેક્ટર પણ હતા. પોતાની જીંદગીની અંદર તેઓએ આશરે 300થી વધારે ફિલ્મો ની અંદર કામ કર્યું છે. તેઓ 70 કરોડના માલિક હતા. આ બધી રકમ તેણે પોતાના પાછળ છોડી ગયા છે.આ બધી જ સંપતિ તેઓ તેમના બંને દીકરાઓને માટે છોડી ને ગયા છે.

થોડા દિવસ પહેલાં જ્યારે તેમની તબિયત ખરાબ થઈ ત્યારે તેઓને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત “પ્રોગ્રેસીવ સુપ્ર્યાન્યુક્લીયર પાલ્સી” ડીસઓર્ડર ના કારણે તેમના મગજ પણ કામ કરતુ ના હતું.તેઓને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થતી હતી જેથી કરીને તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. મૃત્યુ સમયે તેઓ 81 વર્ષના થયા હતા. આટલી ઉંમર ના કારણે તેમને બોલવામાં પણ તકલીફ થતી હતી. તેમની વાતો તેના દીકરા અને તેમની વહુ સમજી શકતા હતા.આપને જણાવી દઈએ કે “પ્રોગ્રેસીવ સુપ્રાન્યુક્લીયર પાલ્સી” એક સામાન્ય મસ્તિષ્ક વિકાર છે, જે શરીર ની ગતી, શરીર ના સંતુલન, બોલવા, દેખવા, મનોદશા,અને વ્યવહાર ની સાથે વિચાર ને પણ પ્રતિભાવિત કરે છે.

કાદર ખાને પોતાની પૂરી જિંદગીમાં બૉલીવુડ ની અંદર આશરે 300 થી વધારે ફિલ્મોમાં કામ કરેલું છે, જેમાં સૌથી સારી અને સુપરહિટ ફિલ્મનું લીસ્ટ જોઈએ તો,કુલી નંબર 1, હીરો નંબર 1, આંટી નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, જુદાઈ, તકદીરવાલા, સાજન ચલે સસુરાલ, રાજાજી, આંખે, બોલ રાધા બોલ, ઘર હો તો એસ જેવી સુપરહિટ ફિલ્મો માં કમાલ નો અભિનય કર્યો છે.

તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2015 માં આવી ‘હો ગયા દિમાગ કા દહીં’ હતી.  ગોવિંદા અને શક્તિ કપૂર ની સાથે તેમની જોડી સૌથી વધારે મશહુર હતી.અને લોકો પણ ગોવિંદાની સાથે કાદરખાનને જોવાનું ખુબ જ પસંદ કરતા હતા, તેમને શક્તિ કપૂર ની સાથે લગભગ 100 ફિલ્મો માં કામ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!