લોકડાઉનમાં તૈમુર માટે કરીનાને વાળંદ મળી જ ગયો – આ ફોટો શેર કરી સાબિતી પણ આપી
મુંબઈ લોકડાઉન-૨૦૨૦ દરમિયાન બોલીવુડ ના બધા જ સેલીબ્રીટી પોત-પોતાના ઘરો માં બંધ થઇ ગયા છે. અને બધા જ ફેમીલી સાથે ટાઇમ પાસ કરી રહ્યા છે,હમેંશા ખુબ જ વ્યસ્ત રેહતા આ બધા જ સેલીબ્રીટી ને ફેમીલી સાથે સારો એવો ટાઇમ સાથે સ્પેન્ડ કરવા મળ્યો છે,અને બધા જ પોત-પોતાની રીતે સારી રીતે ટાઇમ કાઢી રહ્યા છે,એમાં કરીના કપૂરે સૈફ અલી ખાન અને તેમના પુત્ર તૈમુર નો ફોટો સોશિયલ મીડિયા માં શેર કર્યો છે.આ ફોટામાં સૈફ અલી ખાન તૈમુર ના હેરસ્ટાઈલીસ્ટ બનેલા નજરે તરે છે,અને આ ફોટોમાં કરીના નું કેપ્શન પણ ખુબ જ મજેદાર છે.
હમેંશા સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રેહતી કરીના કપૂરે instagram માં સૈફ અલી ખાન અને તૈમુર નો એક ફોટો શેર કર્યો છે,જેમાં સૈફ અલી ખાન તૈમુર ના હેરસ્ટાઈલીસ્ટ બનેલા નજરે તરે છે, સૈફ અલી ખાન ના એક હાથ માં કાતર છે અને બીજા હાથ માં તૈમુર ના વાળ છે, બંને બાપ-દીકરો એક અરીસામાં જોઈ રહ્યા છે અને ફોટામાં સૈફ અલી ખાન થોડા નર્વસ દેખાય છે, જયારે તૈમુર રીલેક્સ દેખાઈ રહ્યો છે,અને પાપા ની સાથે ખુબ જ આરામ થી પોતાના હેર કપાવી રહ્યો છે.

આ ફોટોની સાથે કરીના કપૂરે કેપ્શન પણ ખુબજ મજેદાર આપ્યું છે,અને કરીના કપૂરે ફોટો શેર કરતા લખ્યું છે કે “કોઈને હેર કટ કરવાના છે ?” ફોટા માં સૈફ અલી ખાનનું પોતાના દીકરા માટે હેરસ્ટાઈલીસ્ટ બનવું અને કરીનાનું આ ફોટો સોશિયલ મીડિયા માં શેર કરીને મજાક કરવાનું, લોકો ને આ ફેમિલીનો અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.અને આજ કારણે આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થયો છે.
લોકડાઉન દરમિયાન કરીના કપૂર પોતાના ફેમીલી સાથે ક્વોલીટી ટાઇમ કાઢી રહી છે અને હમેશા સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રેહતી કરીના કપૂર સોશિયલ મીડીય ઉપર અવનવીન ફોટો તેમની ફેમીલી સાથેના અને લોકડાઉન સમયેની યાદગીરી રુપે શેર કરી રહી છે.અત્યારે કરીના કપૂર પોતાના કાકા ઋષિકપૂર ના અવસાન ને લઈને થોડી દુખી છે,પણ તે દુખ માંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે .
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.