લોકડાઉનમાં સલ્લુભાઈ પછી કિંગ ખાનને લાગ્યો ઝટકો – પરિવારના આ સભ્યનું નિધન થતા ભાંગી પડ્યો પરિવાર
કોરોના વાયરસ આ દિવસોમાં આખા દેશમાં આંતક ફેલાવી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં કેદ છે. મુંબઇ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમના નજીકના અને રેડ ચિલી એન્ટરટેન્મેન્ટના ખૂબ જ મહત્વપૂર્ણ સભ્યનું નિધન થયું છે.

શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના ખૂબ જ ખાસ સભ્ય અભિજિતનું નિધન થયું છે. અભિજીત શાહરૂખ ખાન સાથે રેડ ચિલીમાં શરૂઆતથી જ સંકળાયેલ હતો. રેડ ચિલીઝના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં લખ્યું છે કે, ‘રેડ ચિલી પરિવારના પ્રથમ ટીમના સભ્યોમાંના એક અભિજિતના નિધનથી અમારા દિલમાં ભારે શોક છે. અમે અમારી આસપાસમાં તેમની હાજરીને યાદ કરીશું. તેમના આત્માને શાંતિ મળે.
અભિજિતના મોતથી શાહરૂખ ખાન પણ દુ:ખી છે. તેમણે એક ટ્વીટ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે, ‘આપણે બધાએ ડ્રીમઝ અનલિમિટેડ સાથે ફિલ્મ્સ બનાવવાની સફર શરૂ કરી હતી. અભિજિત મારો શ્રેષ્ઠ સાથી હતો. અમે કંઈક સારું કર્યું, અને કંઈક ખોટું કર્યું હતું. પરંતુ હંમેશા આપણે આગળ વધીએ છીએ. તે ટીમનો મજબૂત સભ્ય હતો. મારા મિત્ર, તમે બહું યાદ આવશો.
શાહરૂખ કોરોના સાથેના યુદ્ધમાં મદદ કરી રહ્યો છે
શાહરૂખ ખાન શરૂઆતથી કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતની જનતાની મદદ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેમણે કોવિડ 19 સામેના યુદ્ધમાં લોકોને ભાગ લેવા માટેની અપીલ પણ કરી હતી.
શાહરૂખ ખાને તેની ફાઉન્ડેશન મીર દ્વારા લોકોને મદદની અપીલ કરી. તેમણે ટ્વિટમાં લખ્યું, ‘ચાલો, પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) માં ફાળો આપીને કોરોનો વાયરસ સામેની લડતમાં લડી રહેલા બહાદુર આરોગ્ય અધિકારીઓ અને તબીબી ટીમોનું સમર્થન કરીએ. નાનકડી મદદ પણ એક મહાન કામ કરી શકે છે. ‘
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.