લોકડાઉન ૪ ની ગાઈડલાઈન જાહેર – આટલુ આખા દેશમાં બંધ જ રહેશે

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. આવામાં ભારત દેશ પણ બાકાત નથી. આ કોરોના વાયરસ ને લીધે વધુ પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા છે. ધીરે ધીરે બધા જ રાજ્યોમાં ફેલાઈ ગયો છે.

આ વાયરસની ભારતદેશમાં મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યમાં વધુ પ્રમાણમાં કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસ ને કાબૂમાં કરવા માટે સરકાર દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોના ને નિયત્રંણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ 22 માર્ચ થી આ લોકડાઉન સતત આગળ વધી રહ્યું છે. સૌથી પહેલા લોકડાઉન 1 એ 14 માર્ચ સુધી રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોરોના વાયરસ કાબૂમાં ન આવતા લોકડાઉન 2 એ 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ લોકડાઉન 3 17 મે સુધી કરવામાં આવ્યું હતું.

હમણાં થોડાક દિવસ પહેલા મોદી સરકારે દેશને સંબોધન કરતા આત્મનિર્ભર ભારતની વાત કરી હતી અને દરેક ભારતીયને ભારતીય ચીજ વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ મોદી સરકાર દ્વારા 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ વાત કરી હતી.

આજે બપોરે કેન્દ્ર દ્વારા પુરા ભારતમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા નિર્ણય લેવામાં આવ્યો છે જેની ગાઈડલાઈન્સ પણ અત્યારે આવી ગઈ છે.

એ અનુસાર ગૃહમંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા અને કહેવામાં આવ્યું છે કે નીચેની સેવાઓ આ લોકડાઉન માં તદન બંધ જ રહેશે.કહેવામાં આવ્યું છે કે મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં મળે જયારે  સ્કૂલ, કૉલેજ પણ આ દરમિયાન બંધ જ  રહેશે. માર્ગદર્શિકા અનુસાર જે શહેરોમાં હોટ સ્પોટ વિસ્તાર હશે ત્યાં ખુબ જ કડકાઈ રહેશે અને કોઈ છૂટ નહિ જ મળી શકે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ વિષે પણ ચોખવટ થઇ છે કે એ બંધ જ  રહેશે. મોલ અને જીમ પણ આ સમય દરમિયાન બંધ જ રહેશે.

પણ એ પણ કહેવાયું છે કે રેસ્ટોરન્ટ પૂરી સાવચેતી સાથે રસોડું ચાલુ રાખી શકશે અને હોમ ડીલીવરી સર્વિસ ચાલુ કરી શકશે. પણ જરૂરી ગાઈડલાઈન્સ નું ધ્યાન રાખવાનું રહેશે. દારૂ અને તમાકુ નું વેચાણ ચાલુ રાખવું કે નહિ એ નિર્ણય રાજ્ય સરકાર કરશે અને વધુ માહિતી આપશે.

સરકારે કહ્યું છે કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહી પણ બે રાજ્યો વચ્ચે વાહન વ્યવસ્થા સમજુતી સાથે થઇ શકશે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળવવા કરવાની છૂટ નહિ જ મળે.

એવું પણ કહેવાય છે કે દેશ, રાજ્ય ને ૫ ઝોનમાં વહેંચવામાં આવશે અને ઝોન પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે જેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર તરફથી મળશે જે જલ્દી જ મળશે એવું લાગે છે.

અપડેટ – ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ હમણાં લાઈવ આવ્યા હતા અને નીચે મુજબ સમાચાર મળ્યા છે. અમારા મિત્ર લેખક પત્રકાર ભવ્યા રાવલ તરફથી નીચેના સમાચાર મળેલ છે.

લોકડાઉન ૪ અંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉનને આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે.

ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગઈકાલે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપશે. અને તેને કેન્દ્ર સરકારને સોંપાશે. મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. હવે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે. અને તેના નિયમો આવતીકાલે બહાર પાડશે.

નાઈટ કરફ્યુનો અમલ કરવામાં આવશે. સાંજે 7થી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે. અને તેનો કડક અમલ કરાવવામાં આવશે. સ્કૂટરચાલકો અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ આવતીકાલે એના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને કેટલા સમય સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે.

દુકાનો અને ઓફિસો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર ચાલુ કરવા માટેનાં નિયમો બહાર પાડવામાં આવશે. છૂટછાટ મળશે પણ તેના નિયમો જાહેર કરવામાં આવશે. હોમ ડિલિવરીનાં નિયમો પણ જાહેર કરવામાં આવશે. જાહેરમાં ગુજરાતમાં જ્યાં પણ થુંકશે તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અલગ અલગ રાજ્યો પ્રમાણે નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં માસ્ક નહીં પહેરે તો પણ 200 રૂપિયા દંડ લેવામાં આવશે. ગુજરાતની જનતા સાથ સહકાર આપે તેવી અપેક્ષા છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ચાલુ રાખવામાં આવશે એવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!