શું ૧૮ થી ઘોડા છુટ્ટા થશે? – તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં મોદીએ આપ્યો આ સંકેત
પીએમ નરેન્દ્ર મોદીએ ઘાતક કોરોના વાયરસ સામેના લડાઈના બાબતે આજે ફરી એકવખત રાજ્યોના જોડે વાતચીત કરી રહ્યાં છે. આજે સાંજે ત્રણ વાગ્યે ચાલુ કરવામાં આવેલી આ મેરેથોન બેઠકમાં બધા જ રાજ્યોના સીએમ ના મત કેહવામા આવ્યા હતાં. બેઠક શરૂ થતાની જોડે જ સૌ પહેલા પ્રથમ અમિત શાહે સંબોધન કર્યું હતું.

સૂત્રોના કહ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યો ભેગા થઈને કામ કરી રહ્યાં છે. કેબિનેટ સચિવ, રાજ્યોના સચિવો સતત જોડાણમાં છે. વધારે ફોકસ રાખો અને સક્રિયતા હજી પણ વધારો. સંતુલિત રણનીતિથી આગળ વધો, પડકારો શું છે, આગળનો રસ્તો શું હશે તે દિશામાં કામ કાજ કરો.
પીએમ મુખ્યમંત્રી જોડે વીડિયો કોન્ફરન્સિંગ વખતે વાતચીતમાં જણાવ્યું કે, તમારા બધા જ સુચનોથી દિશાનિર્દેશ નિર્ધારીત થશે. ભારત આ મુશ્કેલી થી પોતાને રાહત આપવા માટે ઘણાખરા અંશે સક્ષમ રહ્યું છે. બધા જ મુખમાત્રીઓએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. પીએમ દ્વારા ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો બે ગજની દૂરીની પકડ ઢીલી પડી તો સંકટ વધી જશે તેવી સંભાવના બે. આપણે લોકડાઉનને કેવી રીતે લાગુ કરી રહ્યાં છીએ તે એક મોટો વિષય રહ્યો છે. આપણા બધા જ લોકોની તેમાં અગત્યની ખાસ ભૂમિકા છે.
વડાપ્રધાને વધુ કરતા કહ્યું કે, આપણા પ્રયત્ન કરી રહ્યા છે કે, જે કોઈ પણ માણસ જ્યાં છે ત્યાં જ રહે, પણ મનુષ્યનું મન છે જેથી અમારે કેટલાક નિર્ણય બદલવા પણ પડ્યા. હવે કોરોના વાયરસનું આ ઘાતક અસર ગામડાઓ સુધી ના જાય તે મોટો પ્રશ્ન છે. સાથે તમે બધા જ (મુખ્યમંત્રીઓ) આર્થિક વિષયો પર પણ પોતપોતાનું સુચન જણાવી શકો છો.
• આ ચાર મુદ્દે કરવામાં આવી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવેલી ચર્ચા બે તબક્કામાં કરવામાં આવશે. લોકડાઉનના 47 દિવસ પુરા થયા છે. લોકડાઉન 3 પણ થોડા દિવસો પછી પુરૂ થઈ જશે. પરંતુ કોરોના વાયરસની પકડ હજી રોકાઈ નથી. જ્યારે બીજી તરફ લોકડાઉનના લીધે માણસોની તકલીફો પણ વધી રહી છે. અર્થવ્યવસ્થાને પણ વધુ નુંકશાન વેઠવું પડ્યું છે. જેથી આજની બેઠકમાં ચાર મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે.
– કોરોનાને કેવી રીતે નિયંત્રણમાં લેવામાં આવે?
– લોકડાઉન 4 કે પછી ફરીથી બધુ ચાલુ કરી દેવામાં આવે?
– લોકોનું જીવન લોકડાઉન પછી કેવી રીતે ફરીથી પાટે ચડાવવામાં આવે?
– અર્થવ્યવસ્થાને કેવી રીતે ગતિ આપવામાં આવે?
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.