Mojemoj.com

Best Gujarati Blog

Category: ગુજરાતી સાહિત્ય

કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ […]

રાજ અને વૈદ્યરાજ – ગરવા ગુજરાતી ઝંડુ ભટ્ટજી

(નિયંતા પાસે હું અષ્ટસિધ્ધિવાળી પરમ ગતિની કામના કરતો નથી. મારી માત્ર એક જ કામના છે કે પ્રાણીમાત્રના હૃદયમાં હું વાસ કરું ને તેના દુઃખમાં સહભાગી થાઉં, જેથી કોઇ જીવને કદી દુઃખ ન રહે.- શ્રીમદ્ ભાગવત,9-21,12) ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદને વેદનો દરજ્જો મળેલો છે.આયુર્વેદે મહત્વનું પ્રદાન કર્યું છે. આવી ઉચ્ચ ભાવનાથી પોતાનું સમગ્ર જીવન જીવી જાણનાર ઝંડુ […]

સેના નવાબ કરતાં જેમના હુકમને વધુ માન મળતુ એવો અણનમ યોદ્ધો એટલે અમરજી દિવાન

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે,કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી.એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો ઇતિહાસ બહુ ચર્ચાતો નથી.અલબત્ત,એથી કાંઇ આવા લોકોની મહાનતામાં ફરક નથી પડતો. વાત છે જુનાગઢના મહાન યોધ્ધા એવા બ્રાહ્મણ નાગર અમરજી દિવાનની.એ એવો બ્રાહ્મણ જેણે ભાવનગર,જામનગર,ગોંડલ,પોરબંદર અને ધાંગધ્રા જેવા […]

બાપને નિરાંત છે કે બાંકડે બેસાય છે….. કે છોકરાં મોટાં થયાં છે

બાપને નિરાંત છે કે બાંકડે બેસાય છે કે છોકરાં મોટાં થયાં છે. મનને ગમતું નામ એ લેવાય છે કે છોકરાં મોટાં થયાં છે જે ખમીસનાં ફાટેલાં ખિસાનાં કાણાંને છૂપાવ્યાં એ ખમીસ જાહેરમાં સૂકાય છે કે છોકરાં મોટાં થયાં છે. એ હવે મોડે સુધી મહેફિલ મહીં જલસા કરે છે ઘર વિષે પૂછો તો કહેશે કે, હવે […]

બાહુબલી ના બંને ભાગમાં જે વાત નો ઉલ્લેખ નથી એવી ઘણી સિક્રેટ વાતો વાંચો

જયારે પાંચ વર્ષની શીવગામીએ પોતાના પિતાના નામ પર દેશદ્રોહનો કલંક લાગતો જોયો અને મહારાજાએ તેમને દેહાંતદંડ ફરમાવ્યો, ત્યારે તેને પ્રતિજ્ઞા લીધી કે એક દિવસ તે માહિષ્મતી સામ્રાજયનો નાશ કરીને જ રહેશે. સત્તર વર્ષની ઉમરે તેને પોતાની જૂની હવેલીમાંથી એક હસ્તલિખિત પુસ્તક મળી આવે છે. પિશાચી નામની વિચિત્ર ભાષામાં લખવામાં આવેલા આ પુસ્તકમાં કદાચ એવી માહિતી […]

અકબરના દરબારમાં સિંહને ફાડી નાખનાર અડિખમ ગુજરાતી આહીર ની અદ્ભુત કહાની

અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ વિના નોડો પણ ડગ ના […]

અદ્ભુત શિવાજીના હાલરડાની અવિસ્મરણીય પળ – જયારે રજપૂતોએ ગાયકને લોહીના તિલકથી વધાવ્યા

થોડા વર્ષો પહેલાંની આ વાત છે.ગુજરાતની લોકસંસ્કૃતિના ગર્વીલા અને સદાબહાર ગાયક એવા પ્રફુલ્લ દવેનો અમદાવાદના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે લોકડાયરાનો રાત્રિ કાર્યક્રમ હતો.વિરોચનનગરમાં દરબાર રાજપૂતોની વસ્તી વધારે એટલે પ્રફુલ્લ દવેને સાંભળવા રાજપૂતો સહિત મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી હતી.ગૌસેવક શ્રીશંભુ મહારાજની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. પ્રફુલ્લ દવે એટલે ગુજરાતની લોકગાયકીનો એક ગહેકતો મોરલો…!જેનો સરવા સાદનો […]

આહિરો સ્ત્રીઓ સેંથો નથી પુરતી કે ચૂડલો નથી પહેરતી એની પાછળની વરસો જૂની સત્ય કથા

આજથી લગભગ 1000 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. જૂનાગઢ પર તે સમયે ચૂડાસમા વંશના રાજા રા’દિયાસનું રાજ હતું. પાટણના સોલંકી રાજાએ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસના અવસાન બાદ એમના પત્નિ સોમલદેએ પણ આત્મવિલોપન કરી લીધુ હતું. આત્મવિલોપન કરતા પહેલા સોમલદેએ એના એકના એક દિકરા અને રા’વંશના આખરી અંશ રા’નવઘણને […]

બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ – સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની […]

દીકરો – ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની અદ્ભુત વાર્તા

‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે; અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!