Mojemoj.com

Best Gujarati Blog

Category: પ્રેરણાત્મક

મહાન શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો

આજથી બરોબર નવ વર્ષ પહેલા મુંબઈ સ્થિત ટાટા ગ્રુપની ‘તાજમહાલ હોટલ’ પર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે આ હોટલમાં જાનમાલનું ઘણું જ નુકસાન થયેલું. આર્થિક નુકસાન તો આ માતબર ઉદ્યોગપતિ હસતા-હસતા સહન કરી ગયો, પણ તેમની હોટલમાં થયેલ જીવ-હત્યાઓ…તેમના કર્મચારીઓ, તેમજ તે બધાના કુટુંબીજનોએ સહન કરવી પડેલ જાનહાનીથી આ ઋજુ પારસીનું હ્રદય હચમચી ઉઠેલું. પરિણામ સ્વરૂપે […]

ભગવાન રૂપે સેવા આપતા આ ડોક્ટરની સ્ટોરી વાંચીને એમને સલામ કર્યા વગર નહિ જ રહો

ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પણ આજકાલનાં ડૉકટરોને તો ફક્ત પૈસા જ દેખાય છે. એમના માટે સેવા કરતા પૈસા વધુ મહત્વના થઈ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે ડૉ. બી. રમણ રાવ એક અલગ જ પ્રકારનાં વ્યક્તિ છે અને ખરેખર ! એમણે ડોક્ટર ભગવાનનું રૂપ હોવાની કહેવતને સાર્થક કરી છે. જી હાં, મિત્રો બેંગલુરુ […]

પટેલ યુવકની સફળતા પાછળ આવો હતો માતાનો અદ્ભુત સંઘર્ષ અને સમર્પણ – ક્લિક કરી વાંચો

મારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યુ. એનાથી કોઇ કામ થઇ શક્તુ નહી એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્નિ લલીતાબેન પર આવી. લલીતાભાભી ભારે હિમતવાળા. શરીર સ્ત્રીનુ હતુ પણ મનોબળ પુરુષને પણ […]

માતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની

આજે આખી દુનિયામાંથી ગરીબી વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. ગરીબી એક એવી ઉંડી ખીણ છે કે જેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. ગરીબીને કારણ જ તે નિર્દોષ બાળકો કે જેમના હાથમાં પુસ્તકો હોવા જોઇએ, તેઓ આજે રસ્તામાં ભીખ માંગતા નજરે ચડે છે. ઘણી વખત ગરીબીને કારણે બાળકો પોતાનું […]

રોટલી માટે આ દીકરીઓ જે કસરતો રોડ પર કરે છે – કદાચ એ કાલે દેશને ગોલ્ડ પણ અપાવી શકે

પેટ માણસ પાસે કેવા-કેવા વેઠ કરાવે છે? બે ટંકનું અને નહી નહીને એક ટંકનું ભોજન મેળવવા માટે મનુષ્યએ કેટલી દોડાદોડી કરવી પડે છે? જેની પાસે પુરતી સગવડ છે એને વધારે કશું કરવાનુ રહેતું નથી પણ જેની પાસે ટાણે ટાણાની ઠન-ઠન છે તેને તો ન જાણે શું-શું કરવું પડતું હશે! સડકને કાંઠે રહેતાં અને પૂર્ણ પ્રતિશત […]

દીકરાની યાદમાં ઊભી કરી વિશ્વની ટોચની યુનિવર્સીટી કેલીફોર્નિયાની સત્યઘટના

કેલીફોર્નિયામાં રહેતા એક સુખીસંપન્ન દંપતિએ 1884ની સાલમાં પોતાના એકના એક દિકરાને ટાઇફોઇડના કારણે ગુમાવ્યો. આ છોકરો માત્ર15 વર્ષનો હતો. દિકરાના અકાળે થયેલા અવસાનના કારણે દંપતિ દુ:ખી તો ખુબ થયુ પણ પછી જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને સ્વિકારી લીધુ. એમણે નક્કી કર્યુ કે ભલે ભગવાને આપણો એક દિકરો લઇ લીધો પણ હવે આ કેલીફોર્નિયાના તમામ દિકરા-દિકરીઓ […]

કેરળમાં કલેક્ટરોએ ખભે ઉપાડી ચોખાની ગુણો! કર્યું એવું કામ કે લોકોએ કર્યાં ભારોભાર વખાણ

ઉચ્ચ દરજ્જાના સરકારી અધિકારી બન્યાં પછી એવા ઘણા ઓફિસરોના ઉદાહરણ સામે આવે છે જેઓ ગેરરીતિ આચરવામાં મણા નથી રાખતા. લાંચ, દાદાગીરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને અમુક અફસરો પોતાનો ચોક્કસ હેતુ સિધ્ધ કરવા મંડ્યાં રહે છે. એનો હેતુ સિધ્ધ થાય એ પોઇન્ટ એમને માટે અન્ડરલાઇન્ડેડ હોય છે, જનતાની હારાકીરીનું પછી કોઇ વજૂદ રહેતું નથી. પરંતુ, કેરળમાં […]

તમે શ્રી અટલજી વિશે આ વાતો નહીં જાણતા હો – ક્લિક કરી ફોટો સફર કરો અને વાંચો

”કિસી કી બુરાઈ કરકે ચુનાવ જીતને સે અચ્છા હૈ ચુનાવ હાર જાના” આ શબ્દો હતાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના રક્ષક હતા. તેઓ મસ્તમૌલા હતા. તેઓ નીડર હતા. એક વખત તેઓ જમવાનું અધૂરું છોડીને હવાઈ યાત્રિકોનો જીવ બચાવવા દોડી ગયા હતા. વાત એમ છે કે એકવાર કોઈક ધુની માણસે અમૌસી […]

આ મુસ્લિમ છોકરાની બાઈક પર લખ્યું છે કંઈક એવું કે વાંચીને દંગ રહી જશો. નંબર પ્લેટ ઝૂમ કરીને જુઓ

આજના જમાનામાં જ્યારે યુવાનો એક તરફ પોતાની બાઈક પર ચિત્ર-વિચિત્ર સ્ટીકર્સ, લખાણ અને નંબર લખાવતા હોય છે, ત્યાં જ આજકાલ એક અજીબ નંબર પ્લેટ લાગેલ બાઈક ચર્ચાનો વિષય બની ગઈ છે. લગભગ તમે જોયું જ હશે કે આજકાલનાં છોકરાં પોતાની બાઇકમાં અવનવા સ્ટીકર્સ, ચિત્ર અને શાયરી લખાવીને મોજ-શોખ કરતા હોય છે એવામાં એક મુસ્લિમ છોકરાએ […]

આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

આજે જાણો એક ગુજરાતી NRI એ એક નવી જ શોધ કરી છે જે દુનિયામાં ખુબ ઉપયોગી નીવડે એવી છે. અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!