Mojemoj.com

Best Gujarati Blog

Category: લઘુકથા

ગોવિંદનું ખેતર – ધૂમકેતુની ટૂંકી વાર્તા

નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસનાં બે-ચાર ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા. ઘણી વખત સાધારણ […]

ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉ – ટૂંકી વાર્તા

સુરજ  અને  ચાંદની  તેના રૂમની અંદર બેઠા હતા. સુરજને   રવિવારની રજા હતી . બન્ને એક બીજાના  કામની વાતો સાથે એકબીજાની ચાહતની વાતો કરતા હતા .ચાહતની વાતોની આતશાબાજી  એકાંતની  ભવ્યતાને વધુ  આકર્ષક બનાવી રહી હતી. અચાનક કોઈ ગાડીનો હોર્ન વાગે છે. ચાંદની બારીના પડદાને બારીક  રીતે ઉઠાવીને જોવે છે તો,તેને તેની સામેના બંગલાવાળાની કાર દેખાય છે. […]

આધાત – જયારે કોઈ નું સર્વસ્વ સમાપ્ત થઈ જાય

કૃણાલ તેની કંપની ની કેબીનમાં બેઠો છે.તેના લેપટોપને ઓન કરી ને,હાથમા પકડેલા કપ માંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથે સાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમૈલ ચેક કરે છે. તેમા અમુક મૈલ રોજબરોજની કામગીરીની જાણકારી આપતા હતા,તો અમુક મૈલ વેન્ડરોના બાકી પેમેન્ટની મુંઝવણ બતાવતા હતા,તો અમુક મૈલ કંપનીમાં નવી […]

રોજ સંતરા ચાખીને લેતા યુવાનના એક સંતરા વેંચનાર માજી ઉપરના અદ્ભુત પ્રેમ વિષે જરૂર વાંચજો

શહેરના એક નાનકડા બજારમાં સંતરાં વેચતી એક ઘરડી સ્ત્રી પાસેથી એક યુવાન હમેશાં સંતરાં ખરીદતો હતો.સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “ડોશીમા,જુઓ આજે આ સંતરું ઓછું મીઠું છે “. ઘરડી ડોશી એક પેસી ચાખતી અને સામી દલીલ કરતાં કહેતી ,”ના બાબા,સંતરું આટલું મીઠું તો છે ” .થોડું […]

પરણેતર – ઝવેરચંદ મેઘાણી લિખિત એક પ્રેમકથા

સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જેમ નાનાં બાળકો ધાવતાં હોય તેમ કણબીનાં કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતાં ને પેટ ભરતાં. તે દિવસોની આ વાત […]

ભુરાભાઈનો આંબો – અબોલ વૃક્ષ સાથે તેને ઉછેરનાર માણસના સંબંઘની અદ્ભુત વાત

એક ગામ હતુ.. ગામ સાધારણ હતુ.. પાછુ નાનકડુ’ય ખરૂ.. ગામમાં થોડા-ઘણાં ખોયડા, ‘ને એમાં એક ખોયડુ ભુરાભાઈનુ’ય ખરૂ.. ગામમાં ભુરાભાઈનો વટ ૫ડે, ઇ કોઈ સામે નમે નઈ, કોઈ સામે જુકે નઈ.. કોઈની સાંભરે નઈ ૫ણ કોઈને સંભરાવવાનો મોકો ચૂકે’ય નઈ.. હાજર જવાબી રયા’ને એટલે.. ‘ને ગામવારા’વેય બચારા કાંય કયે નઈ.. કેમ કે ભુરાભાઈ પે’લા મિલટરીમાં […]

ગૃહપ્રવેશ – જયારે સુખી દામ્પત્યજીવન જીવતા પતિ -પત્ની ની વચ્ચે ‘વો’ આવે

ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ પણ મૂક્યો હોય ત્યાં હવે એ […]

જીવનના થતા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે આવે તે સમજાવતી એક નાનકડી બોધકથા

નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડીયાલ ખોવાઇ ગઇ. ઘડીયાલ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી કારણ કે આ ઘડીયાલ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. ઘડીયાલ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડીયાલ ના મળી. […]

એમ.બી.એ. ના શીખવી શક્યું એ પપ્પા ની લારી પર શીખવા મળ્યું

આજે રવિવાર હતો એટલે નખીલ પપ્પાને મદદ કરવા સાથે જ ગયો હતો. નિખિલના પપ્પા જીતુભાઈ પટેલ શાકભાજીની લારી નીકાળતા. પૈસે ટકે જીતુભાઇ ગરીબ હતા પણ સ્વભાવથી એમણે કેટલાય દિલ જીત્યા હતા. સવારે વહેલા શાકમાર્કેટ જઈને જથ્થાબંધ માલની દુકાને થી તાજા શાકભાજી લઇ અને માર્કેટ આગળ એક ખૂણે જ પોતાની લારી લગાવતા. બાજુમાં નિતીનભાઈની હોટેલ હતી. […]

ખરી સજા….. તમને અદાલતમાં લઇ જતી લાઈવ સ્ટોરી

કોર્ટની બહાર હકડેઠઠ ભીડ જામી હતી. અલગ અલગ ન્યૂઝ ચેનલના પત્રકારો નવા સમાચાર ના તડકા માટે તડકામાં શેકાતા ખડે પગે ઉભા હતા. જાહેર જનતા પણ મોટા પ્રમાણમાં હતી. બેલાશક કાળા કોટ વાળા લુચ્ચા તો ત્યાં ફરતા જ હોય ને…..! પોલિશ વેનની સાયરન વાગી એટલે એક રિપોર્ટર એના કેમેરા મેન સાથે તૈયાર જ હતો. ગુનેગાર હોય […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!