Mojemoj.com

Best Gujarati Blog

Category: સત્ય કથા

રીયલ સિંઘમ ! સગળતા દાવાનળમાંથી જીવના જોખમે ૮ લોકોનો જીવ બચાવનાર પોલીસ ઓફિસર

તારીખ ૨૮ ડિસેમ્બર,૨૦૧૭.મોડી રાતના સમયે મુંબઇના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલ એક ઇમારતનો ઉપરનો મજલો ભડભડ બળી રહ્યો હતો.અંદરથી હ્રદયદ્રાવક ચીસો સંભળાતી હતી જે શરાબની બોટલો અને ગેસ સિલિન્ડરોના ધડામ…દઇને ફાટવાના અવાજમાં દબાઇ જતી હતી.બહાર લોક ટોળે વળ્યું હતું.અંદર જવાની હિંમત ચાલતી નહોતી.  આ ઇમારત મુંબઇના કમલા મિલના લોઅર પરેલ ઇલાકાની હતી.કમલા મિલ એટલે આમ […]

50 વર્ષોથી વેરાન ભારતના આ સ્ટેશનથી, પસાર થતાં થરથર કાંપે છે લોકો

આપણાં દેશમાં એક એવું ભૂતિયું રેલ્વે સ્ટેશન છે જેની આસપાસ છેલ્લાં 50 વર્ષોથી કોઇપણ ભટકતું નથી. કોલકત્તાથી 2060 કિમી દૂર બેગનકોડાર સ્ટેશન ઉપર સફેદ સાડીવાળી ચુડેલનો એવો ખોંફ છે કે આ સ્ટેશન ઉપર હંમેશાં સન્નાટો જ જોવા મળે છે. અહીં કોઇપણ ટ્રેન ઊભી રહેતી નથી અને કોઇ સવારી પણ અહીં આવતી નથી. હાલમાં જ એક […]

વિવાદિત ફિલ્મ ‘પદ્માવતી’ ના રાણી પદ્માવતી કોણ હતા? જાણવા જેવો ઈતિહાસ

આજકાલ રાણી ‘પદ્માવતી’ પર બની રહેલ ફિલ્મ વિવાદોમાં છે.  સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે કે ‘પદ્માવતી’ છે કોણ? તો ચાલો, જાણ્યે એ બહાદુર રાણી પદ્માવતી વિશે.  કોણ હતા રાણી પદ્માવતી ? – રાણી પદ્માવતીના પિતાનું નામ ગંધર્વસેન હતુ અને માતાનું  નામ ચંપાવતી હતુ. ગંધર્વસેન સિંહલના રાજા હતા. કહેવાય છે કે, રાણી પદ્માવતી બાળપણ થી […]

‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ – કચ્છના જેસલ તોરલની અદ્ભુત ઐતિહાસિક વાર્તા

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી […]

ક્ષત્રિયાણીની ખુમારી : સત્યકથા જરૂર વાંચજો

થોડા વર્ષ અગાઉની આ વાત છે.ગોહિલવાડ ભાવનગરની ધરા પર મોહનબા નામક એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે.પતિ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યો છે.માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે.પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યો નથી.મોહન બાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે […]

વિદેશી યુવતીને જયારે જલારામ બાપાએ આંગળી પકડી રસ્તો બતાવ્યો – સત્ય કથા

બેએક દાયકા પહેલાંની વાત છે.જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો.તેમને વિરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો. ગુજરાતીઓની આ એક અતિસુંદર ખાસિયત છે.તેઓ દુનિયાના કોઇપણ ખુણે કેમ ના હોય ! પણ પોતાના ધર્મનો દિપક […]

ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ટીમમાંથી જયારે માં-દીકરી સાથે રમ્યા, અમદાવાદનો પ્રેરણાદાયી પરિવાર

શહેરની જાણીતી રાજપથ ક્લબમાં છેલ્લાં થોડાં વર્ષથી નિયમિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે. આ વર્ષે રમાયેલી ટુર્નામેનેટમાં એક ટીમમાં મા-દીકરીએ સાથે રમીને અનેક મહિલાઓને સ્પોર્ટસમાં રસ લેવાની પ્રેરણા જરૃર આપી. રૃપલ રાવલ ચોકસી (ઉંમર વર્ષ 52) અને તેમની દીકરી કુંજલ (ઉંમર વર્ષ 21) એ એક જ ટીમ તરફથી મેચ રમવાનો લહાવો લીધો. ઘણી વખત એવું […]

હંસલી નો પતિ ઉલ્લુ કે હંસલો – આંખ આડા કાન વિષેની અદ્ભુત દ્રષ્ટાંત કથા

એકવાર માનસરોવરનું એક હંસ અને હંસલીનું જોડું ઉડતા ઉડતા બહું જ દુર નિકળી ગયુ અને કોઇ સાવ ઉજ્જડ અને વેરાન પ્રદેશમાં આવી ગયું. માનસરોવરના પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા ટેવાયેલા આ જોડાના શ્વાસ રુંધાવા માંડયા. હંસલીએ રડતા રડતા કહ્યુ કે હું અહિંના વાતાવરણમાં મરી જઇશ મને જલ્દી પાછા આપણા પ્રદેશમાં લઇ જાવ. હંસે પોતાની પત્નિને સાંત્વના આપતા […]

ગૌશાળામાં નોકરી કરતા દાહોદના એક આદીવાસી પિતાના પુત્રની ગૌરવયાત્રા વાંચવા જેવી છે

દાહોદ જિલ્લાના દાદુર નામના નાનકડા ગામમાં રહેતો એક આદીવાસી પરિવાર રોજી રોટીની શોધમાં વતન છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યો. પરિવારના મોભી હિંમતસિંહ બામણિયા એમના ધર્મપત્નિ અને ત્રણ સંતાનો સાથે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં સ્થાયી થયા. શરુઆતમાં બીજાની જમીન વાવવા માટે રાખતા પરંતું આકાશી ખેતીના લીધે પરીવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી આથી કમરકોટડાની ગૌશાળામાં મહિને 6000ના પગારથી […]

પ્રજાપાલક મહારાજ – ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી

૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે.ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હવે મદ્રાસ સ્ટેટના ગવર્નર ( રાજ્યપાલ ) હતાં. જ્યારે ભાવનગર રજવાડું હતું ત્યારે આખા ભારતમાંથી કદાચ એકમાત્ર ભાવનગરમાં એવો કાયદો હતો કે ગોહિલવાડ કોઇપણ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!