Mojemoj.com

Best Gujarati Blog

Tag: પ્રેરણાત્મક

જૂનાગઢ ના 77 વર્ષનાં વૃદ્ધાએ ચીન જઈને બે મેડલ જીત્યા – પ્રેરણાત્મક

ઉંમરના સાત દાયકાનાં પડાવ પછી મોટાભાગે વ્યકિત શારીરિક અને માનસિક રીતે નિવૃત્ત થઈ જવાનું પસંદ કરે છે. બહુ કામ કર્યું હવે આરામ કરવો છે. આવી પ્રતિક્રિયા સામાન્ય રીતે સાંભળવા મળતી હોય છે પણ જૂનાગઢનાં ૭૭ વર્ષનાં એક વૃદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે સાહસ અને સફળતાને ઉંમરની સાથે કોઈ નિસબત નથી, બસ મન મકકમ […]

જિંદગીની સાચી ખુશી પૈસાથી નથી ખરીદી શકાતી – આ જાણ્યાં પછી તેણી ખુશ થઇ ગઈ….

આ વાર્તા મુંબઈની એક સુંદર અને ખુબ જ મોંઘો ડ્રેસ પહેરેલી પૈસાવાળી સ્ત્રી ની છે! જિંદગીથી હારેલી, નિરાશ અને હતાશ થયેલી આજે તેણી મનોચિકિત્સક પાસે આવીને કેહવા લાગી મે તો જીંદગીમાં હમેશા ખાલીપો નો જ અનુભવ્યો કર્યો છે! આ જિંદગીનો કઈ મતલબ જ નથી.સ્ત્રી કાઉન્સેલર પાસે મનોમન તેણી ખુશી શોધવાનો પ્રયાસ કરવા લાગી. કાઉન્સેલરે તેની […]

‘એક વડાપાઉં માં બાર આના તો મળે છે’ – મોજથી ધંધો કરતો રાજકોટનો આ વડાપાઉં વાળો

રાજકોટના ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક પરિવાર વડાપાઉંનો ધંધો કરે છે. વર્ષોથી જોઉં એમને. ઘરાકી ઘણી હોય. સારા વર્ગના લોકો ઉભા હોય. ચારેક વર્ષથી જોઉં છું, એક જ ભાવ: પાંચ રૂપિયા! ત્રણેક વર્ષ પહેલાં મન થયું: આજે તો ચાખવા જ છે. એક વખત ત્યાં ઉભો રહી ગયો. અહીં વડા પાઉંનો જોટો […]

માત્ર અખબારો વાંચીને આઈએએસ બની એક મિડલ ક્લાસ યુવતી

ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના મૌલિક રીતે વિચારીએ તો સફળતા મેળવવાનું સહેલું પડે છે એનો પુરાવો આપતી એક વાત કરવી છે. દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલી દેવશ્વેતાએ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો એ વખતથી તે પોતાના સહાધ્યાયીઓ કરતાં કંઈક જુદું વિચારતી હતી. તેને બીબાંઢાળ જિંદગી જીવવી નહોતી. કૉલેજમાં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વખતે જ દેવશ્વેતા વનિકે નક્કી […]

વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણનો આ ખુબ જ પ્રેરણાત્મક કિસ્સો જરૂર વાંચજો

વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશો પર વિજય મેળવ્યા બાદ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. નગર આખુ જાણે કે આનંદના હિલોળે ચડ્યુ હોય એવુ વાતાવરણ હતુ. નગરનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આનંદમાં હતો પણ રાજકુમાર સિકંદર મહેલના એક ખુણામાં બેસીને રડતો હતો. કોઇ નોકરનું […]

જયારે એક અજાણ્યા વ્યક્તિ માટે મારિયાએ પોતાની એક કીડની દાન કરી દીધી….

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના રોસવેલ શહેરનો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. એ શહેરના ‘હૂટર્સ’ નામે રેસ્ટોરાં છે એમાં મારિયાના વિલારિયલ નામની યુવતી વેઈટ્રેસ તરીકે ફરજ બજાવે છે. મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો […]

એક બાપની દીકરીને દરેક મુશ્કેલીનો સામનો કરવાની સોનેરી શિખામણ

એક દિવસ કૉલેજના પહેલા વર્ષમાં ભણતી દીકરી પોતાના પિતા પાસે ગઈ. કૉલેજના નવા વાતાવરણમાં તેને મુશ્કેલી પડી રહી હતી. આગળ ભવિષ્યમાં કરીઅર બનાવવાની ચિંતા હતી. તેને જીવન ખૂબ જ અઘરું લાગી રહ્યું હતું. એક દિવસ બપોરે તે પોતાના રૂમમાં રડી રહી હતી. થોડી વાર રહી તેના પિતા તેને બોલાવવા આવ્યા. દીકરીને રડતી જોઈ પિતાએ કારણ […]

લાઇફ કા ફન્ડા – જયારે બીજાના આંસુ લૂછવાથી અનેરો આનંદ મળે

કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છોકરો પોતાનું દફતર બાજુમાં ફેંકી રડી રહ્યો હતો. કબર પર માથું ઊંધું મૂકી તેણે કેટલી વાર સુધી કબર પર પોતાના આંસુઓનો અભિષેક કયોર્. ન જાણે કેટલો સમય તે રડતો રહ્યો. રડતાં-રડતાં આંખો સૂઝી ગઈ. તૂટક-તૂટક અવાજે તે કંઈક બોલી રહ્યો હતો. વાત એમ હતી કે એ કબર છોકરાના પિતાની હતી. […]

૮૦ વરસની ઉમરે ઘરનું ગુજરાન ચલાવવા નવી જીંદગી ચાલુ કરી – જીના ઇસીકા નામ હૈ!

પશ્ચિમ બંગાળના પાલીમાં એક ગરીબ બંગાળી કુટુંબ રહે છે. એ કુટુંબમાં પાંચ સભ્યો હતા. એ કુટુંબના મોભી 79 વર્ષનાં દાદીમા શીલા ઘોષ હતાં. શીલા ઘોષનો પુત્ર જે કમાણી કરતો હતો એમાંથી એમના ઘરનું ગુજરાન ચાલતું હતું. ઘોષ કુટુંબના સપનાં બહુ ઊંચાં નહોતાં એટલે એ કુટુંબ સંતોષી જીવન ગાળતું હતું. પણ અચાનક ઘોષ કુટુંબની કસોટી શરૂ […]

ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ટીમમાંથી જયારે માં-દીકરી સાથે રમ્યા, અમદાવાદનો પ્રેરણાદાયી પરિવાર

શહેરની જાણીતી રાજપથ ક્લબમાં છેલ્લાં થોડાં વર્ષથી નિયમિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે. આ વર્ષે રમાયેલી ટુર્નામેનેટમાં એક ટીમમાં મા-દીકરીએ સાથે રમીને અનેક મહિલાઓને સ્પોર્ટસમાં રસ લેવાની પ્રેરણા જરૃર આપી. રૃપલ રાવલ ચોકસી (ઉંમર વર્ષ 52) અને તેમની દીકરી કુંજલ (ઉંમર વર્ષ 21) એ એક જ ટીમ તરફથી મેચ રમવાનો લહાવો લીધો. ઘણી વખત એવું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!