Mojemoj.com

Best Gujarati Blog

Tag: રેસીપી

વેસ્ટ માંથી બેસ્ટ વિથ સુપર ટેસ્ટ – ગરમા ગરમ કાઠીયાવાડી વઘારેલો રોટલો

શિયાળામાં ડીનર માં માણવા જેવો વઘારેલો રોટલો. ઠંડા રોટલાનો બહુ ઝીણો નહીં અને બહુ જાડો પણ નહીં એવો ભૂક્કો, હાથેથી જ મસળીને કરવો. ૨ કપ દહીંનું ઘોળવું ૧૫-૨૦ કળી લસણ, જાડું ફૂટી લેવું. ૨ મીડિયમ સાઈઝ ડુંગળી, સમારેલી આદુનો ૧ ઈંચ જેવડો ટુકડો ૨ લીલા મરચાં ૧ સૂકું લાલ મરચું લાલ મરચું પાવડર ૧ ચમચી […]

શિયાળા માં માણવા જેવું તીખું મસાલેદાર લીલા ચણા એટલે કે જીંજરા નું શાક

આમ તો જીંજરાનું શાક બનાવવાની અને ખાવાની મજા ખરેખર તો વાડી-ખેતરમાં જ આવે. એય ને ઠંડી શિયાળુ હવા સાંય સાંય કરતી વાતી હોય, ચુલાની આગ તેની સામે બથોડા લેતી હોય, પડખેની વાડીએથી લાવેલાં કે પછી પોતાને ત્યાં જ અલગ ચૂલા પર ‘પાલી નાં બે, ને ફાવે તો લે’ માયલ રોટલા તૈયાર થતાં હોય, ચૂલાની દિવાલે […]

વાડી ખેતરમાં ઓછી સામગ્રીથી બનતી અને તીખી તમતમતી ભાજી એટલે “મધપુડો”

મધપૂડો એ વાડી ખેતરમાં ઓછી સામગ્રીથી બનતી અને તીખી તમતમતી ભાજી જ છે. જે મૂળ તો તેલ માસલાઓથી ભરપૂર હોય છે. વળી, આને લાકડાનાં ઉપયોગથી ચૂલા પર બનાવવાથી ઓરીજીનલ ટેસ્ટ આવે છે. આપણને તેલ મસાલાઓ આટલાં ન ફાવે તો તીખાશ, મસાલાઓ અને તેલનાં પ્રમાણમાં આપણી રીતે વધઘટ કરી શકાય. મધપુડો બનાવવા જરૂરી સામગ્રી : ૧ […]

શિયાળો આવે અને ગુજરાતીઓ ના ઘરે મસાલેદાર અડદિયા પાક બને જ બને !

અડદિયા એ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશું શિયાળામાં ગુજરાતીઓ અડદની દાળમાંથી ગુણકારી અડદિયા બનાવે…તેને કેવીરીતે બનાવાય તેની […]

ગુજરાતીઓ ની ફેવરીટ પુરણપોળી બનાવવાની ખુબ જ સરળ રીત વાંચો

ગળી ગળી પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. ઘણાને તો પૂરણપોળી એટલે કે વેઢમીની સાથે સાથે તે બનાવવા માટે વપરાતુ પૂરણ પણ ઘી નાખીને ખાવાનું ગમે છે. 3 વ્યક્તિઓ માટે ઘરે પૂરણપોળીબનાવવાજરૂરીસામગ્રીઅનેબનાવવાનીરીત પૂરણપોળી બનાવવા જરૂરી સામગ્રી: […]

લીલી હળદરનાં ફાયદા અને મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી […]

સુરતની સ્પેશ્યલ ખજૂર ઘારી બનાવવાની સરળ રીત

દિવાળીમાં દરેકના ઘરે કોઈ ન કોઈ મીઠાઈ તો બનતી જ હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે મીઠાઈમાં કંઈક ખાસ બનાવે. તેથી આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સૂરતની ખાસ મીઠાઈ એવી ઘારીની એક અલગ જ વેરાઇટી. તો નોંધી લો રેસિપિ અને મહેકાવો તમારા રસોડાને અવનવી ઘારીથી.   ખજૂર ઘારી   સામગ્રી […]

દિવાળી માટે ખાસ – પાન મુખવાસ અને આમળા મુખવાસ જાતે બનાવતા શીખો

દિવાળીમાં હવે પહેલા જેવો નાસ્તો અને મીઠાઈઓ નો ક્રેઝ ઘટતો જાય છે, બસ એક બીજાને મળે, વાતો કરે, થોડો નાસ્તો ચાખીને મુખવાસ માંગે. નાના મોટા બધાને મોજ આવે એવો સ્વાદિષ્ટ પાન મુખવાસ બનાવતા શીખીએ. પાન મુખવાસ બનાવવા જરૂરી સામગ્રીઃ 10 નંગ કલકત્તી (નાગરવેલ) પાન 2 ચમચી સોપારીની કતરણ 2 ચમચી મીઠું અને હળદર ચડાવેલા તલ […]

ચટાકેદાર સુરતી ઊંધિયું બનાવવાની બેસ્ટ રેસીપી – જમણવાર બનાવો સ્પેશ્યલ

ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાંની એક વાનગી છે “ઊંધિયું”. તમે શિયાળાની ઋતુમાં ગુજરાતના કોઈપણ શહેરમાં (હવે તો કોઈપણ ગામડામાં પણ), કોઈપણ જ્ઞાતિના અને કોઈપણ આર્થિક સ્તરના ગુજરાતીને ત્યાં લગ્નપ્રસંગે જાઓ, તો જમવાના મેનુમાં એક અનિવાર્ય વાનગી તરીકે ઊંધિયું તો આ બધી જ જગ્યાએ હોય ને હોય જ. ઊંધિયું મૂળે સુરતની વાનગી છે, જે અત્યારે આખા […]

ગરમા ગરમ શુદ્ધ ઘી થી લથપથ જલેબી બનાવવાની સરળ રીત – ઉદયપુર થી દક્ષાબેને મોકલી છે

મોટાભાગે લોકો ઘરે જલેબી નથી બનાવતા, પરંતુ આજે અમે આપને બતાવીશું ઘરે જ ગરમા-ગરમ જલેબી બનાવવાની રીત જલેબી બનાવવા જોઈતી જરૂરી સામગ્રી : 350 ગ્રામ મેદો 500 ગ્રામ ખાંડ 1 મોટી ચમચી દંહી 350 ગ્રામ ઘી કેસર, એલચી પાવડર જલેબી બનાવવાની સરળ રીત: સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!