પિતાજી નારાજ થશે

નટુ અને તેનો પુત્ર ગટુ ટ્રેકટરમાં મકાઈ ભરીને જઈ રહ્યા હતા. અકસ્માતે ટ્રેકટર ઊથલી પડયું. ટ્રેકટરના ઊથલી પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતો એક ખેડૂત ત્યાં આવ્યો. ખેડૂતે ગટુને કહ્યું, ‘એ ગટુ! પહેલાં અહીં આવ, પછી હું તને તારું ટ્રેકટર ઊભું કરવામાં મદદ કરીશ.’

ગટુએ જવાબ આપ્યો, ‘તમે બહુ ભલા માણસ છો, પરંતુ હું તમારી સાથે આવીશ તો મારા પિતાજીને એ નહીં ગમે.’

ખેડૂતે આગ્રહ કર્યો, ‘અરે, તારા પિતાજી તને કશું નહીં કહે. તું અહીં આવ.’

અંતે ગટુ ખેડૂત સાથે જવા તૈયાર થયો અને કહ્યું, ‘સારું, હું તમારી સાથે આવું છું. પરંતુ મારા પિતાજી મારા પર ગુસ્સે થશે.’

ખેડૂતે ગટુને ભરપેટ ભોજન કરાવ્યું. ગટુએ ભોજન કર્યા બાદ ખેડૂતનો આભાર માન્યો અને કહ્યું, ‘હવે મને ઘણું સારું લાગે છે, પરંતુ મને ખબર છે કે પિતાજી ઘણા નારાજ થશે.’

ખેડૂતે હસીને કહ્યું, ‘તું ખોટો ગભરાય છે. પણ એ તો કહે કે તારા પિતાજી છે કયાં?’

‘ગટુએ જવાબ આપ્યો, ‘ટ્રેકટરની નીચે.’

Leave a Reply

error: Content is protected !!