પોલીસ ખાતામાં નોકરી
નટુ પોલીસ ખાતામાં નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપવા ગયો. તેનો ઇન્ટરવ્યૂ લેનાર પોલીસ અધિકારી ગટુએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા.
ગટુ : બે વત્તા બે કેટલા થાય?
નટુ : ૪.
ગટુ : ૧૦૦નું વર્ગમૂળ કેટલું થાય?
નટુ : ૧૦.
ગટુ : સરસ હવે મને એ કહો કે ગાંધીજીની હત્યા કોણે કરી હતી?
નટુ : મને ખબર નથી.
ગટુ : તો તમે ઘરે જઈ શકો છો અને ઘરે જઈને વિચારજો. આવતીકાલે પાછા આવજો.
નટુ ઘરે ગયો અને તેના એક મિત્રને ફોન કર્યો. મિત્રએ નટુને પૂછયું કે તેને નોકરી મળી કે નહીં? નટુએ ઉત્સાહમાં આવીને કહ્યું, ‘મને માત્ર નોકરી જ મળી નથી, પરંતુ હત્યાના એક કેસની તપાસ કરવાનું કામ પણ મેં શરૂ કરી દીધું છે.’