સરદાર તારું ખેત
એક દિવસ બન્ટા સિંહ હાઇવે પરથી કારમાં જઇ રહ્યા હતા. ત્યાં તેમણે એક વિચિત્ર દૃષ્ય જોયું. ઘઉં ના ખેતરમાં સાંતા સિંહ હોડીમાં બેસી હલેસાં મારી રહ્યા હતા. બન્ટાને આશ્ચર્ય થયું .
નીચે ઊતરીને સાંતાને કહે છે – ” અરે ! આ શું કરે છે “
સાંતા બોલ્યો – ” અજી ! એક કવિ અહીંયા આવ્યા હતા. મારું ખેતર જોઇને તેમણે મને કવિતા સંભળાવી. ‘ સરદાર ! તારું ખેત છે લહલહાતો સાગર ! ‘ હવે તું જ કહે આટલા મોટા કવિ કંઇ ખોટી વાત કહે, એટલે હું આ હોડી ચલાવું છું .”
બન્ટાને ગુસ્સો આવ્યો અને બોલ્યો ” અજી ! તારા જેવા લઠ્ઠને કારણે જ આપણી સરદારજીની બધા મશ્કરી ઊડાવે છે. જો મને તરતાં આવડતું હોત તો હમણાં જ આ સાગરમાં તરતાં તારી પાસે આવીને તારી ધોલાઇ કરી નાંખત. “