કઇ કંપની વધારે સારી? ટી.સી.એસ. , ઇન્ફોસિસ કે રિલાયન્સ ???

એક વખત ત્રણ મિત્રો સાથે વોકમા નીકડ્યા કે જે અલગ અલગ મોટી કંપનીમા કામ કરતા હતા, રમેશ હતો TCS મા, નરેશ હતો Infosys મા અને રાકેશ હતો Reliance મા.

હવે ત્રણેય ચર્ચા કરતા હતા કે કોની કંપની વધારે સારી. રમેશ કહે ત્યા પેલો વાંદરો બેઠો છે, ચાલો આપણામાથી જે એને હસાવી દે તે વધારે હોશીયાર અને તેની કંપની વધારે સારી, બાકીના બન્ને કહે ચાલો એવુ કરીયે.

રમેશે વાંદરાને ઘણા જોક્સ કહ્યા, પણ વાંદરો ના હસ્યો, નરેશે પણ વાંદરાની સામે ઘણી રમુજી હરકતો કરી છતા વાંદરો ના હસ્યો, RIL ના રાકેશે વાંદરાના કાન મા કંઇક કહ્યુ અને વાંદરો ખડખડાટ હસવા લાગ્યો.. પેલા બન્ને જોતા જ રહ્યા, અને રમેશ ફરીથી કહે ચાલો કોણ તેને રડાવી દે છે…

રમેશે વાંદરાને ઘણી સેડ વાર્તાઓ કરી, પણ વાંદરાને કંઇ રડવુ ના આવ્યુ, નરેશે આડા અવડી ઘણી ઇમોશનલ હરકતો કરી, છતા વાંદરાને રડવુ ના આવ્યુ, હવે આપણા રાકેશભાઇએ ફરી વાંદરાના કાનમા કંઇક કહ્યુ અને વાંદરો જોર જોર થી રડવા લગ્યો અને એ પણ રમેશના ખભા પર માથુ નાખીને 🙂

રમેશ અને નરેશ કઇ સમજી સકતા ન હતા, રમેશ કહે ઓકે હવે છેલ્લુ આપણે જોઇયે કે આ વાંદરાને કોણ અહિથી ભગાડી શકે છે…

રમેશે જોરથી બરાડા પાડીને વાંદરાને ભગાડવાની ટ્રાય કરી પણ વાંદરો હલ્યો પણ નહી, નરેશે તો વાંદરાને ધક્કો પણ મારવાની કોશીશ કરી, છતા વાંદરો ના હલ્યો… હવે ધી ગ્રેટ રિલાયન્સ વાડા રાકેશ ભાઇયે ફરી વાંદરાના કાનમા કઇક કહ્યુ અને વાંદરો ભાગી ગયો……

બાકિના બન્ને તો મોઢામા આંગડા નાખીને જોતા જ રહ્યા… અને રાકેશને કહે ભાઇ, તુ જીત્યો.. અમે હાર્યા.. પણ અમને કહે કે તે એને એવુ તો શુ કહ્યુ….

રાકેશ કહે… પેહલા તો મે એને કહ્યુ કે હુ રિલાયન્સમા કામ કરુ છુ .. એટલે એ હસવા લાગ્યો… પછી મે એને મારો પગાર કહ્યો તો રડવા લાગ્યો…

અને છેલ્લે મે તેને કીધુ કે હુ અહી નવા એમ્પ્લોયની ભરતી કરવા આવ્યો છુ અને તેની શોધમા છુ, તો એ બીચારો ભાગી ગયો…..

Leave a Reply

error: Content is protected !!