ગાંડાઓની હોસ્પીટલમા…

 

એક વખત એક ગાંડાઓની હોસ્પીટલમા પાંચ ગાંડાઓ ડોક્ટરને કહે, કે સાહેબ અમે બધા હવે એકદમ સાજા થઇ ગય છીયે, અમને હવે અહિથી છોડી દો. ડોક્ટર કહે હુ તમારી એક પરિક્ષા લઇશ, જો તમે તેમા પાર ઉતરશો તો હુ જવા દઇશ.

ડોક્ટર બધાને એક રુમમા લઇ ગયો, અને દિવાલ પર એક બારણુ દોર્યુ, અને પાંચેયને કહે હવે ચાલો આ બારણુ ખોલીને બતાવો.. અને પાંચ ગાંડામાથી ચાર ઉભા થઇને બારણુ ખોલવાની ટ્રાય કરી, એ જોઇને ડોક્ટર ઢિલા પડી ગયા અને તેને લાગ્યુ કે આ લોકોનુ કઇ ના થાય્.. પણ પાંચમો ઉભો ના થયો એ જોઇને ડોક્ટરને કઇક આશા જાગી, અને તેની પાસે જઇને કહે, કેમ તારે બારણુ નથી ખોલવુ?? પાંચમો કહે, સાહેબ જોવ છુ એ બધા કેમ બારણુ ખોલે છે? ચાવી તો મારી પાસે છે…

Leave a Reply

error: Content is protected !!