થોડા નવા રમુજી ટુચકાઓ… સાંતાસિંહને થોડો આરામ આપીયે…

 

પત્નિ કહે: સાંભડો છો?? તમે હમેશા મારો ફોટો તમારી ઓફિસની બેગમા કેમ રાખો છો?

પતિ: એમા એવુ છે કે, જ્યારે જ્યારે હુ કોઇ મુસીબતમા ફસાઇ જાવ અને એ ગમે તેવી મોટી મુસીબત કેમ ના હોય્, હુ તારા ફોટા ને જોવ અને એ મુસીબત ગાયબ થઇ જાય્…

પત્નિ: જોયુ… હુ તમારા માટે કેવી જાદુઇ અને પાવરફુલ છુ? તમને મારી કદર ક્યારેય નહિ થાય…

પતિ: અરે ગાંડી એવુ નથી.. હુ તારા ફોટા સામે જોવ અને વીચારુ કે “આનાથી મોટી મુસીબત જીવનમા બીજી શું હોય?? અને બધી મુસીબતો નાની લાગે…”

============================================================================================================

છોકરી તેના પ્રેમીને: પ્રિયે, આપણા લગ્ન થાય પછી હુ તારી બધી મુસીબતો અને તકલીફો લઇ લેવા માગુ છુ…

પ્રેમી સાહેબ્: ડાર્લિંગ તુ કેટલી સરસ છે?? પણ જાનુ.. મારે કોઇ મુશ્કેલી નથી, તુ ચિંતા ના કર

છોકરી: અરે પણ તુ હજુ આપણા લગ્ન્ તો  થવા દે…..

===========================================================================================================

છગનભાઇ તેના છોકરા મનુ ને કહે… ” મનીયા તારુ પરિણામ તો બતાવ કેવુ આવ્યુ છે?”

મનુ: “પણ પપ્પા એ તો મારો મિત્ર એના પપ્પા મમ્મિને બીવડાવવા લઇ ગયો છે!!”

============================================================================================================

એક પ્રેસ રિપોર્ટર કરોડપતી બિઝનેસમેનનુ ઇન્ટર્વ્યુ લેવા ગયો હતો અને કહે: તમે તમારી આટલી બધી તરક્કી પાછડ કોને યશ આપવા માંગો છો?

બિઝનેસમેન: ઓફ્કોર્સ.. મારી ધર્મપત્નિ… હુ આજે જે કંઇ છુ એ બધુ એને લીધે જ તો છે…

રિપોર્ટર: વાહ શુ મહાન પત્નિ છે તમારી, તમે પહેલા શુ હતા?

બિઝનેસમેન: અબજોપતી……

Leave a Reply

error: Content is protected !!