થોડા નવા રમુજી ટુચકાઓ

વકીલ ક્યાંથી આવશે?

એક વખત સ્વર્ગ અને નર્કના લોકો વચ્ચે ઝગડો થયો, સ્વર્ગના લોકો કહે હવે અમે વધારે સહન નહિ કરીયે અને અમે હવે કોર્ટનો દરવાજો ખટખટાવીશુ, પછી તમે જુઓ.

આ સાંભડીને નર્કના લોકો હસવા લગ્યા અને કહ્યુ કે “પણ તમે વકિલ ક્યાથી લાવશો, એ તો બધા અમારી પાસે જ છે”

અને અમારી છેલ્લી ખબર મુજબ સ્વર્ગના લોકોયે લડવાનુ પડતુ મુક્યુ.

માઇક્રોસોફટની જનરલ મોટોર્સને ઓફર
એક વખત માઇક્રોસોફ્ટના શ્રીમાન બિલ ગેટ્સ સાહેબ જનરલ મોટોર્સની મુલાકાતે ગયા અને ત્યાના સીનિયર એન્જિનિયર ને કહ્યુ કે જો છેલ્લા થોડા વર્સોમા ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રિયે કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે હાથ મિલાવી લીધો હોત તો અત્યારે તમારી પાસે એવી ગાડિ હોત કે જેની સ્પીડ કલાકે ૫૦૦૦ કિ.મી ની હોય, જેનુ વજન ફક્ત ૫૦ કિલોનુ હોય્, અને જે ૧ લિટરમા ૧૦૦૦ કિ.મી. ની એવરેજ આપતી હોય અને જેની કિંમત ફક્ત ૫૦ ડોલર હોય્.

આ બધુ સાંભડીને એન્જિનિયર કહે કે તમારી બધી વાત સાચી પણ જો આ કાર વધુ ટ્રાફિક હોય ત્યારે ક્રેશ થઇ જાય અને તેને વારે ઘડિયે રી-સ્ટાર્ટ કરવી પડે એમા તમે બેસવાનુ પસંદ કરશો??

Leave a Reply

error: Content is protected !!