સાંતાસિંહ્ ને કોણ નથી ઓડખતુ…….

 

મિત્રો, એક વાર આપણા સાંતાસિંહ અમેરીકાની પોતાની ઓફિસમા બોસ ની સામે બહુ મોટી મોટી કરતા હતા, બોસને જ્યારે મલે ત્યારે કહે, સાહેબ તમને ખબર છે, વિશ્વમા લગભગ બધી મોટી હસ્તિઓને હુ ઓડખુ છુ? તમે કોઇ પણ નામ આપો અને જુઓ હુ એને ઓડખુ છુ કે નહિ!!!

રોજ રોજ ની આવી બડાઇથી કંટાડીને એક દિવસ તેના સાહેબ કહે, “ઑકે.. સાંતાસિંહ્… ટોમ ક્રુઝ વિશે તમારુ શું કહેવુ છે??”, સાંતાસિંહ્ કહે અરે હા ટોમ અને હું બહુ જુના મિત્રો છીયે.. અને એ હુ સાબીત પણ કરી શકુ છુ… અને બોસ અને સાંતાસિંહ્ બોલિવુડ જવા ઉપડ્યા… અને ટોમ સાંતાસિંહ્ ને જોતા જ ખુશ થઇ ગયો અને કહે તુ અને તારો મિત્ર મારી સાથે આજે લંચ કરજો… બોસ જોઇને થોડો હેરાન થઇ ગયો.. પણ હજુ પુરો વિશ્વાસ નહોતો આવતો…

ત્યાથી નીકડીને બોસ સાંતાસિંહ્ ને કહે તુ ખરેખર નશીબદાર છો કે ટોમ ને ઓડખે છે…. સાંતાસિંહ્ કહે અરે ના બોસ તમે કોઇનુ પણ નામ આપો… અને જુઓ…
બોસ કહે જ્યોર્જ બુશ?? સાંતાસિંહ્ કહે.. હુ તેને ઓડખુ છુ… ચાલો વ્હાઇટ હાઉસ જાય્.. ત્યા જઇને બુશ સાંતાસિંહને જોઇને કહે … સાંતાસિંહ્ હુ એક મિટિંગમા જાતો હતો, પણ ચાલો આપણે પેલા એક કપ ચા પીયે…

આ બધુ જોઇને બોસ ખરેખર હેરાન થઇ ગયો હતો, પણ હજુ પુરો વિશ્વાસ મા નહોતો અને તેને સાંતાસિંહને આ વાત કરી, સાંતાસિંહ્ હજુ કહે… ના ના સાહેબ તમે નામ તો આપો અને જુઓ….

બોસ કહે “પોપ….?”, સાંતાસિંહ્ કહે કેમ નહિ… મારા બાપુજી પોલેન્ડના છે, અને અમારે પોપ સાથે ઘર જેવા સંબંધો છે… !!!!
બોસ અને સાંતાસિંહ્ રોમ ગયા.. અને ત્યા પોપ ના ઘર પાસે ખતરનાક ભીડ જોઇને સાંતાસિંહ્ કહે, સાહેબ આટલી ભીડ મા પોપ મને નહિ જોઇ શકે, તમે એક કામ કરો અહિ ઉભા રહો, મને બધા ગાર્ડ ઓડખે છે, હુ અંદર જઇને પોપ સાથે બાલ્કનીમા આવીશ. અને સાંતાસિંહ્ ગાયબ થઇ ગયો…

અને જેમ થવુ જોઇયે એમ્… ૩૦ મિનિટ પછી સાંતાસિંહ્ પોપ સાથે બાલ્કનીમા બહાર આવ્યો અને સાંતાસિંહ્ બોસ પાસે પાછો આવે ત્યા તો બોસ ને એટેક આવી ગયો હતો… જેવો બોસ ભાનમા આવ્યો સાંતાસિંહ્ કહે કેમ સાહેબ શુ થયુ?? બોસ કહે, સાંતાસિંહ્ તુ પોપ સાથે બલ્કની મા આવ્યો ત્યા સુધી કઇ નહોતુ… પણ તને પોપની સાથે જોઇને મારી બાજુમા ઉભેલા ભાઇએ મને પુછ્યુ.. કે આ સાંતાસિંહ્ ની બાજુમા કોણ ઉભુ છે??????

બોલો તારા રા રા….

Leave a Reply

error: Content is protected !!