થોડા નવા ટુચકાઓ…

 

એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, નોકરે દરવાજો ખોલ્યો અને કહેઃ તમારે કોનુ કામ છે? પેલો કહેઃ તમારા માલિકનુ કામ છે, ક્યા છે? નોકરઃ શું કામ હતુ? પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… નોકરઃ પણ સાહેબ તો કાલે જ બહાર ગામ ગયા છે. પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ.. નોકરઃ અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.

============================================================

એક વાર સાંતાસિંહ નો મિત્ર તેની પાસે આવ્યો અને કહે, અરે સાંતાસિંહ તમારી પત્ની તમારા ડ્રાઇવર સાથે ભાગી ગઇ એનો મને બહુ અફસોસ છે, સાંતાસિંહ કહેઃ ચિંતા ના કર મને ડ્રાઇવીંગ આવડે છે… ===========================================================

સાંતાસિંહ ને કોઇ ગુનાહ માટે અદાલતમા લઇ ગયા, ન્યાયાધીશ કહે, સાંતાસિંહ તમને અગાઉ કેટલી વખત જેલની સજા થઇ છે? સાંતાસિંહ કહે, સાહેબ ૯ વખત… ન્યાયાધીશ કહે, ઓહહો, વખત, તો તો મારે તમને બહુ આકરી સજા આપવી પડશે? સાંતાસિંહ કહે, સાહેબ રેગ્યુલર કસ્ટમર માટે કોઇ ડિસ્કાઉન્ટ નથી? ==========================================================

સાંતાસિંહનો છોકરો તેને કહેઃ પપ્પા મને કહો, તમે મમ્મીની કઇ વસ્તુથી પ્રભાવિત થઇને તેને પસંદ કર્યા હતા? સાંતાસિંહ કહેઃ ઓહ્હો તો હવે તને પણ આશ્ચર્ય થવા લાગ્યુ કે હુ એને શુકામ પરણ્યો?… ===========================================================

ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે? કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…

 ============================================================

એક ભાઇ, સાંતાસિંહને કહે હું તમારા ઘરની નીચેથી પસાર થતો હતો ત્યારે તમારા છોકરાએ પત્થરનો ઘા કર્યો… સાંતાસિંહ કહે, તમને કેવુક વાગ્યુ? પેલા ભાઇ કહેઃ એ મારી બાજુમાથી પસાર થઇ ગયો, એટલે હુ બચી ગયો… સાંતાસિંહ કહે, તો એ મારો છોકરો નહી હોય ભાઇ…..

 

Leave a Reply

error: Content is protected !!