“જન્મ_મૃત્યુ” – અશોકસિંહ વાળા

“જન્મ_મૃત્યુ”
– અશોકસિંહ વાળા
_____________

જન્મ અને મૃત્યુ
બે પડ
વચ્ચે પીસાતી_
આ…
જીંદગી…

આનંદ,
આક્રોશ,
આઘાત,
બેવફાઇ…
સહેતી
આ…
જીંદગી…

જીવન માટે
જીવન આંચકતી
આ…
જીંદગી…

જોઇ ઇશ્વર
પણ
આંસુ સારતી
આ…
જીંદગી…

વહેવાર વિશ્વનો
ચલાવતી
આ…
જીંદગી…

વિચાર… જરા…
જો… ના… હોય
કિનારો જીંદગીનો
મૌત…
તો…
વહેવાર વિશ્વનો
ખોરવાતા
શી વાર ???

– અશોકસિંહ વાળા
તા. ૩૦-૧૦-૨૦૧૧

Leave a Reply

error: Content is protected !!