છગનલાલ મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે ….

જર્નાલીસ્ટ છગનલાલ એક વખત મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે ગયા…

છગને ડોક્ટર ને પૂછ્યું: તમને ખબર કેમ પડે કે કોણ ખરેખર ગાંડું છે અને એને હોસ્પિટલ માં ભરતી કરવી કે નહિ?

ડોક્ટર: એવું છે ને છગનભાઈ, અમે એક બાથ ટ્બ પાણી થી ભરી દઈએ અને એક ચમચી અને એક કપ અને એક ડોલ આપીને પેલા ને કહીએ કે આ બાથ ટ્બ ખાલી કરી ને બતાવ….

છગન: અરે વાહ, મને સમજાઈ ગયું, જો પેલો ડોલ થી બાથ ટ્બ ખાલી કરે તો બરોબર કહેવાય.. કેમકે ડોલ જ સૌથી મોટી છે ને?

ડોક્ટર: ના, જો એ નોર્મલ હોય તો એ બાથ ટ્બ માં ડ્રેઈન પ્લગ કાઢી નાખે અને બધું પાણી એક સાથે નીકળી જાય…

ઓકે રાજુ , આ છગનલાલ ને એનો રૂમ બતાવ જે તો…..

Leave a Reply

error: Content is protected !!