એ.ટી.એમ. પૈસા ઉપાડવામાં – ગુજરાતી રમુજ Gujarati Jokes

આમ તો આ વાત ઘણા લોકો યે ઘણી અલગ અલગ રીતે કહી છે, પણ આજે ધર્મેશભાઈ ની સ્ટાઈલ માં માણો :પી (ઓ પહેલી વખત વાંચવામાં રહી ગયા હોય તો… પહેલે થી છેલ્લે સુધી વાંચજો હો….)

જ્યારે એક છોકરો એ.ટી.એમ. થી પૈસા ઉપાડવા જાય ત્યારે ના સ્ટેપ્સ…

૧) બાઈક ની ઘોડી ચડાવીને સરખી રીતે પાર્ક કરે… (ધ્યાન થી )
૨) બાઈક સરખું પાર્ક છે કે નહિ જોવે…
૩) એ.ટી.એમ. મશીન પાસે જઈને, કાર્ડ લગાવીને પીન નાખે
૪) પૈસા ની રકમ નાખી, પૈસા લઈને ચાલતો થાય… સાયકલ લેવા….
૫) બાઈક થોડી જ વચ્ચે આવતી હોય, જમાદાર સાહેબ રોકડી કરે…

હવે જયારે કોઈ મસ્ત ચકાચક ફટાકડી (સોરી બહેનો મારી તોછ્ળી ભાષા માટે…), જયારે
એ.ટી.એમ. થી પૈસા ઉપાડવા જાય ત્યારના સ્ટેપ્સ…

૧) કાર રસ્તા માં મન ફાવે ત્યાં પાર્ક કરે, એ પણ ઓચિંતી બ્રેક મારીને
૨) મીરર માં મેક અપ ચેક કરે..
૩) વાળ સરખા કરે.. (ભલે ને તોય ભૂત જેવા જ લાગતા હોય…)
૪) એ.ટી.એમ. મશીન પાસે જાય…
૫) પર્સ માં કાર્ડ ગોતવ માટે મથે ….
૬) કાર્ડ, મશીન માં ભરાવે …
૭) કેન્સલ બટન દબાવે…
૮) પીન નંબર ની ચિઠ્ઠી પર્સ માં ગોતવા માટે મથે…
૯) કાર્ડ ફરી થી ભરાવી , પૈસા ઉપાડીને કાર તરફ જાય…
૧૦) કાર ચાલુ કરીને, મેક અપ ચેક કરે..
૧૧) કાર બંધ કરીને, એ.ટી.એમ. મશીન બાજુ દોડે અને કાર્ડ પાછું લઈને પર્સ માં મુકે…
૧૨) કાર પાસે પાછી આવે, ત્યાં જમાદાર કહે, મેડમ પ્લીઝ બીજી વખત કાર સરખી પાર્ક કરજો …. થોડી સાઈડ માં…. એને મસ્ત સ્માઈલ આપે..
૧૩) કાર ચાલુ કરે, મેક અપ ફરી ચેક કરે અને કાર ચાલવાનું ચાલુ કરે…
૧૪) ૧-૨ કિ.મી. ચલાવીને, કાર ભારે લાગે એટલે, હેન્ડ બ્રેક રીલીઝ કરે…

બહેનો એ નોંધ લેવી: ઉપર ના સ્ટેપ્સ ફક્ત ફટાકડી હોય ઈવી બહેનો માટે જ છે… બાકી બીજી બધી બહેનો તો બધા સ્ટેપ્સ બરોબર જ ફોલ્લો કરે છે… એટલે નો ઓફેન્સ પ્લીઝ… :પી

Leave a Reply

error: Content is protected !!