છગન શાકભાજી લેવા – ગુજરાતી જોક્સ Gujarati Jokes
એક તો રજા નો દિવસ રવીવાર હોય અને બિચારા છગન ને શાક ભાજી લેવા જવાનું હોય….
સવાર સવાર માં આખો ચોળતો ચોળતો શાકભાજી લેવા ગયો…
શાકભાજી વાળો તાજે તાજા શાકભાજી ને પાણી છાંટતો હતો, છગન અડધી ઊંઘ માં ઉભો ઉભો રાહ જોઈ રહ્યો હતો….
થોડી વાર થઇ તોય પેલો હજુ પાણી જ છાંટતો હતો, છગન લાલ ની તો હટી અને પેલા ને કહે…
એ ભાઈ… તારા શાકભાજી ભાન માં આવી ગયા હોય તો એકાદ કિલો જોખી દે જે…. :પી