છગન ટ્રેઈન માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગનલાલ એમના ધર્મ પત્ની ચંપારાણી સાથે ટ્રેન માં બેસીને ધમભા ના ગામ રાજકોટ થીવીરપુર  જઈ રહ્યા હતા….

ચંપા તો નસકોરા બોલાવતી હતી…. એટલે બિચારો છગન ટ્રેન માં બેઠા બેઠા આમ તેમ બધું જોઈ રહ્યો હતો… ત્યાં એનું ઉપર મારેલા બોર્ડ ઉપર ધ્યાન પડ્યું… લખેલ હતું કે “બીના ટીકીટ વાલે યાત્રી હોશિયાર….”

અને છગન ની છટકી… બોર્ડ ને ઉખેડી ને ઘા કર્યો…

અને કહે… “ગધેડાવ સાલાવ… ટીકીટ વગરના હોશિયાર અને અમે ૬૭ રૂપિયા અને ૨૫ પૈસા આપીને ટીકીટ લીધી એટલે અમે શું મૂરખા ??”

Leave a Reply

error: Content is protected !!