એક બેબી ની ડાયરી

એક બેબી ની ડાયરી…
૧૫ જુન: હું મમ્માના પેટ માં હજુ આવ્યું..
૧૭ જુન: હજુ તો હું નાનું એવું ટીસ્યુ છું… બહુ નાનું….
૩૦ જુન: મમ્મા ને ખબર પડી ગઈ કે હું આવ્યું છું, એને પપ્પા ને કહ્યું કે “તમે પપ્પા બનવાના છો..” પપ્પા મમ્મી બહુ જ ખુશ છે…
૧૫ જુલાઈ: મમ્મી મારા માટે સરસ સરસ જમે છે, અને એજ હું પણ જમું છું…
૧૫ સપ્ટેમ્બર: મને હવે મારા ધબકારા ચાલુ થયા હોય એવું લાગે છે… પપ્પા મમ્મી પણ આજ કાલ બહુ ખુશ છે…
૧૪ ઓકટોબર : મને હવે નાના હાથ, પગ, માથુ આવી ગયા છે…
૧૩ નવેમ્બર: આજે હું અલ્ટ્રા સાઉંડ માં છું… અરે વાહ વાહ હું તો એક છોકરી છુ…. બેબી ગર્લ…..
૧૪ નવેમ્બર: ઉફ્ફ… આજે હું મરી ગઈ છુ… મારા મમ્મી પપ્પા યે મને મારી નાખી છે… પણ કેમ?? ફક્ત એટલે કે હું એક છોકરી છું???????

મિત્રો, મારે જ્ઞાન સાથે ગમ્મત માં બીજું કઈ વધારે નથી લખવું આ વિષય પર … મેં એક બહુ જ કરુણ વાસ્તવિકતા લખી છે, જો મેસેજ સમજાય તો બને એટલી વધારે જગ્યાએ શેર કરજો…

એક નમ્ર વિનંતી છે મિત્રો….. “દીકરી વ્હાલ નો દરિયો કહેવાય… દીકરી બચાવો….”

Leave a Reply

error: Content is protected !!