છગન દુબઈ માં ફરવા પોગ્યો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

જુનો જોક ધમભા ની સ્ટાઈલ માં ગમે તો લાઈક કરવું ના ગમે તો તેલ લેવા જવું (પૈસા નહિ માંગવા)

છગન એના મિત્રો (ધમભા સહીત) સાથે દુબઈ ની બુર્જ અલ અરબ હોટેલ માં બીચ સાઈડ રેસ્ટોરન્ટ માં પાર્ટી માં ગયેલો હતો, ઓફકોર્સ ધમભા જ લઇ ગયા હોય ને, બાકી છગન ની તેવડ છે આવી મોટી હોટલ માં જવાની?

બધા જમતા હતા, મસ્ત માહોલ સર્જાયેલો હતો અને એટલા માં શેખ સાહેબ આવી પહોચ્યા..

સ્વીમીંગ પુલ કે જે ઢાંકેલો હતો, એના પરથી કપડું હટાવી લીધું અને અંદર ૨-૩ મગર આંટા મારતા દેખાયા

શેખ સાહેબે માઈક માં જાહેરાત કરી

આ મહેફિલ માં જે ભડ નો દીકરો સ્વીમીંગ પુલ માં પડીને સામે ની બાજુ જીવતો બહાર નીકળશે એને હું ૩ વિશ કરવાની છૂટ આપીશ , જે માંગવું હોય તે માંગી શકશે

થોડી વાર તો બધા હેબતાઈ ગયા અને કોઈ પણ એવું નહોતું કે જે આ ચેલેન્જ સ્વીકારે

એટલામાં છગન ને શું થયુ તો સ્વીમીંગ પુલ માં પડ્યો અને ફટાફટ ગરોળી ભાગે એવી રીતે તળાપો મારીને સામે બાજુ થી નીકળ્યો અને સ્વાસ અદ્ધર ચડી ગયેલો

શેખ સાહેબ આવ્યા અને શાબાશી આપી, અને પૂછ્યું કે બોલ છગન તારી ૩ વિશ શું છે?
છગન કહે: ૧ ગન, ૧ બુલેટ અને જેને મને ધક્કો મારેલો એનુ નામ

Leave a Reply

error: Content is protected !!