નો સ્મોકિંગ – વાંચવા જેવું

લગભગ ૩૫ વર્ષ પહેલા હું મોન્ટરીઅલ, કેનેડા ની જહોન એબ્બોટ કોલેજ માં એક એસાઈનમેન્ટ પર કામ કરી રહ્યો હતો, ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓ એ એક સર્વે કંડક્ટ કર્યો. દરેક વિદ્યાર્થીએ દસ દસ “સ્મોકર્સ” ને નીચે મુજબ બે પ્રશ્નો પૂછ્યા હતા.

૧. આપ શા માટે ધૂમ્રપાન કરો છો?
૨. જો તમે આ છોડવા પ્રયત્ન કરો છો તો શું થાય છે?

૧૪૦૦ સ્મોકર્સ ને આ બે પ્રશ્નો પુછાયા.
પ્રથમ પ્રશ્ન ના જવાબમાં ૯૫% કરતા પણ વધારે લોકોએ આપેલો જવાબ હતો – સાથીદાર નો આગ્રહ (peer pressure)
બીજા પ્રશ્નના જવાબમાં ૯૦% લોકોએ આપેલો જવાબ હતો- સાથી/મિત્રો નો આગ્રહ (છોડ ને, અમે પણ પ્રયત્નો કરી જોયા છે, આ બંધાણ ના છુટે દોસ્તો)

મિત્રો, ધૂમ્રપાન ના છોડી શકવા માટે ઉપરોક્ત કારણો અપાયા હતા.
આજે “World No tobacco day” છે. આપે પોતાની જાતને માત્ર એટલું જ પૂછવાનુ છે : “કે શું હું પણ મિત્રો/દોસ્તો ના આગ્રહ હેઠળ ધૂમ્રપાન કરૂ છું? એ જાણવા છતાં કે ધૂમ્રપાન થી મને (કેન્સર, ફેફસા ને લગતા રોગો, હ્રદયરોગ, રક્તચાપ, પક્ષઘાત, વ્યંધત્વ વિગેરે) થવા સંભવ છે. હું શા માટે નથી છોડી શકતો?
તમે જ્યારે આ દુર્વ્યસન છોડશો ત્યારે થોડા દિવસો આપને અનુકૂળ નહીં લાગે પરંતુ એ વાત અસ્થાને છે. મિત્રો, આપની તંદુરસ્ત આવતીકાલ માટે આજેજ ધૂમ્રપાન છોડો. શુભકામનાઓ સાથે – ઋષિકુમાર પંડ્યા

ઋષિકુમાર પંડ્યા ના FB page ના આધારે

આભાર: વિવેકભાઈ વ્યાસ

Leave a Reply

error: Content is protected !!