કસોટી – ગુજરાતી વાર્તા Gujarati Story

શ્વેત આરસ પહાણ થી બનાવેલું એક મંદિર હતું,એમાં ભગવાન ની પ્રતિમા પણ સંગેમરમર ની હતી.શ્રદ્ધાળુઓ ત્યાં મોટી સંખ્યામાં આવતા.લોકો જયારે પગથીયા પરથી પસાર થતા ત્યારે પગથીયા નો પથ્થર રુદન કરતો.

એકવાર એક મુની મંદિરે આવ્યા.એમણે આ પથ્થર નું રુદન સાંભળ્યું અને એનું કારણ પૂછ્યું.

પગથીયાનો પથ્થર કહે,”હું અને પ્રતિમા એક જ શિલામાંથી બન્યા છીએ છતાં મારા પર લોકો પગ મુકે છે અને એની સામે મસ્તક નમાવે છે,આવો ભેદભાવ કેમ??”

મુનીએ જવાબ આપ્યો કે “જયારે પ્રતિમાનું નિર્માણ થતું હતું ત્યારે ટાંકણા નાં થોડા ધા લાગતા તું બટકી ગયો જયારે પ્રતિમા નાં પથ્થરે અડીખમ રહીને ટાંકણા નાં અસંખ્ય ઘા ઝીલ્યા .”

બોધ : “કસોટી માંથી પાર ઉતરે તે જ પૂજન યોગ્ય બને.”

મોતની તાકાત શી મારી શકે??
જીંદગી તારો ઈશારો જોઈએ,
જેટલું ઉચે જવું હો માનવી,
તેટલા ઉન્નત વિચારો જોઈએ.-શૂન્ય પાલનપુરી..

સૌજન્ય :મર્મભરી મટુકી માંથી 
અવિસ્મરણીય વાતો

Leave a Reply

error: Content is protected !!