સત્ય આપો – ગુજરાતી વાર્તા Gujarati story

એકવાર એક સંત પાસે આવીને એક સાધકે કહ્યું,”મને થોડું સત્ય આપો.”

સંતે કહ્યું,”લેવું હોય તો પૂરેપૂરું સત્ય લે થોડું સત્ય તું જીરવી નહિ શકે.”

સંતે પેલા સાધકના માથા પર પાણી ભરેલા બે મોટા માટલા મુક્યા.સાધક થી વજન સહન ના થયું એટલે સંતે માટલા ઉતારી લીધા અને સાધકને નદી કિનારે લઇ ગયા અને એને પાણીમાં ડૂબકી મરાવીને પૂછ્યું,”પાણીનું વજન લાગે છે?”

સાધકે કહ્યું,”ના”.

સંતે કહ્યું,”ત્યાં ને માટલા પાણી નો ભાર તારાથી સહન ન થયો અને અહીં એનાથી અનેકગણું વધારે પાણી હોવા છતાં તને ભાર ન લાગ્યો.

હવે સમજાયું ને કે પૂર્ણ સત્ય નો સદી ભાર નથી હોતો.અધૂરા સત્ય નો જ બોજ હોય છે”

સત્ય જીવન નું આ નોખું તારવ્યું,
કૈક ખોયું તોય કઈ તો મેળવ્યું,
જોયું!ચલણી નોટ ચુંથાઈ છતાં,
એને એનું મુલ્ય કેવું જાળવ્યું !

-કિરણસિંહ ચૌહાણ
સાભાર : “મર્મ ભરી મટુકી માંથી “
અવિસ્મરણીય વાતો

Leave a Reply

error: Content is protected !!