સ્વર્ગ નાં દરવાજે – ગુજરાતી વાર્તા Gujarati Story


પોતાની પાછલી જીંદગી માં હંમેશા પ્રભુ ભક્તિ માં લીન રહેતા એક સંત એક દિવસ મૃત્યુ પામ્યા.સ્વર્ગ નાં દરવાજે પહોંચેલા સંતને ચિત્રગુપ્તે પૂછ્યું,”જીવન માં કોઈ સારા કર્મો કર્યા છે ?”

સંતે કહ્યું,” હું જીવન નાં શરૂઆતના વર્ષો માં સંસાર માં ડૂબેલો રહ્યો રહ્યો.દુનિયાદારી નિભાવવામાં રચ્યો પચ્યો રહ્યો પણ પછીના વર્ષોમાં સંસાર છોડીને માત્ર પ્રભુભક્તિ જ કરીને ખુબ પુણ્ય કમાયો છું.”

ચિત્રગુપ્તે સંત નો હિસાબ નો ચોપડો તપાસીને કહ્યું,” તમે જીવન નાં શરૂઆત નાં વર્ષો માં જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે.પાછલા વર્ષો માં તમે કોઈ પુણ્ય કમાયા નથી.”

સંતે આશ્ચર્ય થી કહ્યું,”અરે! સંસારનો ત્યાગ કરીને પુરેપુરો સમય પ્રભુભક્તિ કરી એનું કોઈ પુણ્ય નહિ.”

ચિત્રગુપ્ત બોલ્યા,”ધરતી પર લોકોની વચ્ચે પ્રેમ અને આત્મીયતા થી રહેવું અને લોકહિતના કર્યો કરવાથી જ પુણ્ય મળે.પ્રભુ એમાં જ રાજી છે.”

“જનસેવા એજ પ્રભુ સેવા” અમથું નથી કહેવાયું.

તારી ઊંચાઈ કોઈ દિ’માપી શક્યો નથી,
ને એટલે જ હું તુજ મહીં વ્યાપી શક્યો નથી,
મારી નજર માં છે હજીયે તારી મૂર્તિઓ,
તેથી હું તને ક્યાંય સ્થાપી શક્યો નથી.-કરશનદાસ લુહાર.

સાભાર : “મર્મ ભરી મટુકી માંથી “
અવિસ્મરણીય વાતો

Leave a Reply

error: Content is protected !!