ગુજરાતી જોક્સ – જયારે પત્ની કાર ચલાવે Gujarati Jokes

ચંપા નવું નવું ડ્રાઇવીંગ શીખી હતી. છગન બાજુમાં બેઠો હતો અને…
ચંપા શહેરના ભીડભાડ વાળા રસ્તા ઉપર ૫૦ ની સ્પીડે કાર ચલાવતી હતી.
છગન કહે આંતરડા હવે ગળામાં આવી રહ્યા છે.
ધીમે ચલાવ મારી માં, બેન, સાસુ, દાદી, કાકી… ધીમે…
ચંપા  – આ તો બ્રેક ફેઇલ છે. એક્સીડન્ટ થાય ઇ પેલ્લાં ઘીરે પુગી જાંઇ એટલે થોડું ઝડપી હાંકુ છુ
પછી એક જોરદાર ધડાકો સંભળાણો…
છગન  (એક દમ રાડ પાડીને) : શું થ્યું???
ચંપા: આ તો ગલીમાં ટર્ન માર્યો ને એનો અવાજ સે.
છગન: પણ ટર્ન માર્યો એમાં અવાજ?? એમ કેમ?

ચંપા: અરે ત્યાં ગલી જ નત્તી પણ. હું શું કરૂં??

* ફોટો જોઈને ચંપા અને છગન ના દેખાવ વિષે અનુમાન ના કરશો, ચંપા આટલી સારી નથી દેખાતી અને છગન આટલો ખરાબ નથી દેખાતો , ચોખવટ પૂરી 
 
via – Miteshbhai

Leave a Reply

error: Content is protected !!