લલ્લુ ટ્રેન માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત લલ્લુ ટ્રેન માં જઈ રહ્યો હતો , નશીબ જોગે છગન ટી.ટી. હતો

રાત થઇ તો લલ્લુ એ છગન ને કહ્યું કે, ટી.ટી. સાહેબ મને રાજકોટ આવે ત્યારે ઉઠાડી દેજો ને પ્લીઝ

ટી.ટી., ભાઈ હું ટી.ટી. છુ કોઈ એલાર્મ સિસ્ટમ નથી, ઉઠવું હોય તો ઉઠજે બાકી જામનગર પુગી જઈશ

લલ્લુ: અરે છગનભાઈ, પ્લીઝ, મારે રાજકોટ માં ઇન્ટરવ્યું છે, એક નવી વેબસાઈટ  બની રહી છે જેમાં મારે ડિઝાઈનર માટે ઇન્ટરવ્યું આપવનો છે , જો હું ના ઉઠું તો મને ઉપાડીને બહાર પ્લેટફોર્મ પર મૂકી દેજો

ટી.ટી.: સારુ સારુ,

સવારે લલ્લુ ઉઠ્યો ત્યાં પડધરી આવી ગયેલુ, સીધો છગન ની બોચી પકડી અને ગાળો આપવા માંડ્યો

ત્યાં ધમભાઈ ઉભેલા, એ કહે, અલ્યા છગન તુ આ લલ્લુ ગાળો આપે છે અને મૂંગે મોઢે સાંભળશ ?

છગન: અરે ધમભા, હું તો એ વિચારું છું કે મેં જેને સવારે પ્લેટફોર્મ પર મુક્યો  એ મને અત્યારે કેટલી ગાળો આપતો હશે

Leave a Reply

error: Content is protected !!