શ્રાવણ મહિનો એટલે જપ,તપ,વ્રત નો મહિનો – Om Namah Shivay

શ્રાવણ મહિનો એટલે જપ,તપ,વ્રત નો મહિનો કહેવાય છે. ભોળાનાથને ભક્તિભાવથી રિઝવવાનો મહિનો આ મહિનો છે. ભગવાન શંકર એ ભોળામાં ભોળા દેવ છે. માત્ર થોડાક વ્રતથી તે પ્રસન્ન થઇ જાય છે. તેથી તેને ભોળાનાથ કહેવામા આવે છે. સમગ્ર બ્રહ્માંડનાં દેવાધિદેવ ભગવાન શંકર જ છે.

ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને જળ અને દૂધ તેમજ બિલીપત્રો ચડાવવાથી મહાદેવ તેના ભક્તો ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. ભગવાન શંકરને વિવિધ પ્રકારના અભિષેક કરવામાં આવે છે. જેમ કે, જળ, દૂધ, મધ, તલ, ચોખા, દહીં, પંચામૃત, બિલિપત્રો, મગની દાળ, ચણાની દાળ, મગ વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવને જળનો અભિષેક સૌથી વધુ પ્રિય છે. મહાદેવના અભિષેક વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, અભિષેક કરતી વખતે મહિલાઓએ છૂટા વાળ ન રાખવા જોઇએ. જ્યારે પુરૂષોએ પેન્ટની બદલે મુગટો કે પંચીયુ પહેરીને અભિષેક કરવો જ જોઇએ. તેમજ અભિષેક દરમ્યાન ભગવાનના શિવલિંગને સ્નાન કરાવતી વખતે હાથમાં પહેરેલી વીંટીંઓ પણ શિવલિંગને સ્પર્શવી ન જોઇએ. તેમજ અભિષેક માટેનું જળ અને તેમાં વાપરવા માટેની તમામ સામગ્રીઓ શુધ્ધ અને સાત્વિક હોવી જોઇએ.

પવિત્ર ગંગા નદીને ભગવાન શંકરે પોતાની જટામાં સમાવી લીધી છે. તો પોતાનું તેજ પ્રકાશ પાથરનારા ચંદ્રને પણ પોતાની જટામાં કેદ કરી રાખ્યો છે. સમગ્ર સૃષ્ટિનું ઝેર પોતાના ગળામાં સમાવી રાખ્યું છે. પોતાના આખા શરીર ઉપર ભભૂતિ ધારણ કરી છે. તો નંદી તેમનું વાહન છે. તો ત્રિશૂલમાં ડમરૂ ધારણ કરી રાખ્યું છે. જ્યારે વાઘના સિંહાસન ઉપર તે બિરાજી રહ્યાં છે. અને સ્મશાન તેમનું નિવાસસ્થાન છે.

શ્રાવણ મહિના દરમ્યાન ભગવાન શીવને બિલીપત્રો અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. ઓછામાં ઓછા ૧૧,૨૧,કે ૫૧ શ્રાધ્ધાનુસાર કે તેનાથી વધુ બિલીપત્રો ચડાવવાથી લક્ષ્મીજીની પ્રાપ્તી થાય છે. પાપોનો નાશ થાય છે. શ્રાવણ માસમાં સોમવારનું વિષેશ મહત્વ હોય છે. શીવને બિલીપત્રો ચઢાવી તેમજ યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ બ્રામણોને અન્નદાન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. કોઇ પણ વ્યકતિ આ દિવસે અન્નદાન કરે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.તથા બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે.

ભગવાન શીવ અખિલ બ્રહ્માંડનાં પિતામહ છે. કહેવાય છે કે તે જ્યારે તે પોતાનું ત્રીજુ નેત્ર ખોલે તો સમગ્ર દુનિયા આમ તેમ થઇ જાય છે. અને આ જમાનામાં ભગવાન ભોળાનાથ ને જો તમે ખરા ભાવથી ભજો તો ભગવાન શીવ તમારો બેડો પાર કરી દે છે.તો પ્રેમથી બોલો હર હર મહાદેવ !!

સૌજન્ય: એક મિત્ર નો ઈ-મેઈલ

Leave a Reply

error: Content is protected !!