સુ-સ્વાગતમ – હાર્દિક સ્વાગત છે – Welcome on mojemoj.com

પધારો મિત્રો, સૌ પહેલા તો મોજેમોજ.કોમ પર આપનું હું કેમેરામેન ધર્મેશ (ધમભા) અને સાથે સાથે લાઈટમેન છગન સાથે લાઈટ પકડી ને ઉભેલી એની પત્ની ચંપા અને દીકરો ચંપક આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ 
“જ્ઞાન સાથે ગમ્મત” થકી આપને ૪ વર્ષ થી હસાવતો રહ્યો છું, અને ફેસબુક પર ૧.૫ વર્ષ  થી હાસ્ય પીરસી રહ્યો છું, ફેસબુક પર ફક્ત ૧ વરસ માં આપણા પેઈજ ને ૨૫૦૦૦ થી વધારે  સભ્યો ની ભેંટ આપીને તમે મને આ વેબસાઈટ શરુ કરવા માટે મજબુર કરી દીધો છે.
જ્ઞાન ની સાથે ગમ્મત કહો કે ગમ્મત ની સાથે જ્ઞાન , અહિયા હસવું ફરજીયાત છે, હસ્યા વગર જશો તો ઊંઘ નહિ આવે એની ગેરેંટી આપું છુ
લગભગ એકાદ વર્ષ પહેલા હર્ષલભાઈ એ સાઈ રામ દવે એ કહેલી આ વાત કહી
“હું ચીજ બહુ મોંઘી અને જાજરમાન વહેંચું છું ….. 
ઓલ્યા ઈમાન વહેંચે છે ને હું મુસ્કાન વહેંચુ છુ”
અને કહેલું કે ધમભાઈ આ તમારા માટે પૂરે પૂરી લાગુ પડે છે , અને મને પણ લાગ્યું હા યાર, વાત તો સાચી જ છે અને વિચાર્યું કે જો મારી વાતો થી, મારા શબ્દો થી, મારા શેર કરેલા ફોટા થી ખરેખર લોકો ને હાસ્ય મળતુ હોય તો શું હું થોડો સમય ફાળવી ને આ મુસ્કાન નો વહેચી શકુ? અને એ પણ એકદમ વ્યાજબી ભાવે ??
હા તો આપણે લેવા વહેચવાની વાત કરીએ તો, હું મુસ્કાન વહેચીશ અને તમારે એ મુસ્કાન લેવા માટે ફક્ત અહિયા રોજ આવવાનું , જોક્સ વાંચવાના અને તમારા અભિપ્રાય આપવાના, જોક્સ ગમે તો લાઈક કરવાના , બસ આટલું કરશો તો મને થશે કે મને મારી મહેનત નું ફળ મળી ગયુ.
તો ચાલો શરૂઆત આજ થી જ કરો, મને કોમેન્ટ માં કહો કે તમને વેબસાઈટ ગમી કે નહિ ?

Leave a Reply

error: Content is protected !!