હાલ ને બનાવીએ પાછી કાગળ ની હોડી….!!!!! – Gujarati Kavita
હાલ ને બનાવીએ પાછી કાગળ ની હોડી….!!!!!
હાલ ને બનાવીએ પાછી કાગળ ની હોડી ને નીકળી દરિયા ની સફરે
લાગણીઓ નું મસમોટું બામ્બુ બનાવીએ , ને એનાથી કઈ નહિ ડૂબીએ
બિલોરી પાણીમાં , સોનમછલી ની આંખોમાં કુદતા સપના ઓ જોઈશું
કીકીયારીયુ થી મારીશું ક્ષિતિજ ને ધક્કો , ને ત્યાં કોઈ નહિ આપણને રોકશે
ઉડતા પંખીઓ ના મસમોટા ટોળા ઓ માં ખોવાયેલું બાળપણ ફંફોળશું
સીના માં શ્વાસ ભરી પાડીશું ચીસો ને અનંત આકાશ વળતો જવાબ’ય દેશે
સપના ઓ ના મોજા ઓ પર થઇ ને સવાર, પહોચીશું એકાન્તીયા ટાપુ પર
ભીની રેતી માં ચિતરીશું પગલાની છાપું , ને ત્યાં કોઈ નહિ આપણને વઢશે
ડુંગરા ની ઓથે , નાળીયેરી ના ઝાડ નીચે રેશમી રેતીનો મહેલ બાંધીશું
હાથો માં હાથ પકડી કુદરત ને માણીશું ,કોઈ ક્યાંથી આપણને શોધશે ?
– Ajay Upadhyay