છગન કૌન બનેગા કરોરપતી માં – ગુજરાતી રમુજ Gujarati Jokes

કૌન બનેગા કરોરપતી મેં આપ સબ કાં સ્વાગત હૈ… શાયદ યે જોક આપ લોગો ને પહેલે સરદાર પે સુના હોગા, પર મેં ધર્મેશ આજ જ્ઞાન સાથે ગમ્મતમાં નવી રીત કે સાથ લઈને આવ્યા હું…. :પી 

(મિત્રો, ફોટો મુક્યો છે એમાં પણ એક મસ્ત પ્રશ્ન છે, અને છગન ને એ પ્રશ્ન પુછાય એમ નથી, એટલે એના માટેનો પ્રશ્ન ગુજરાતી માં નીચે મુજબ છે…)
છગનલાલ હોટ સીટ પર બેઠા છે, બીગ બી : કોમ્પ્યુટરજી છગનીયા માટે નો પ્રશ્ન  રજુ કરો…
કોમ્પ્યુટર: “છગનભાઈ  તમારા પપ્પા નું નામ…”
એ. લાલજીભાઈ
બી. વાલજીભાઈ
સી. લવજીભાઈ
ડી. સવજીભાઈ
છગન: બચ્ચનભાઈ, ૫૦-૫૦ કરી નાખો ને…
એ. લાલજીભાઈ
બી. સવજીભાઈ
છગન: બીગ બી ભાઈ.. ઓડિયન્સ ને પૂછો ભાઈ, બાકી મરી જઈશું..
એ. લાલજીભાઈ  (૭૫%)
બી. સવજીભાઈ (૨૫%)
છગન: અમીતભાઈ … છેલ્લી લાઇફલાઇન ફોન કરેંગે ભાઈ… હાઈ????
અમીતાભ : છગનલાલજી… આપ કિસકો ફોન કરના ચાહેંગે???
છગન: મારા બાપા “લાલજીભાઈ” ને…. પ્લીઝ….જલ્દી લગાડો…

Leave a Reply

error: Content is protected !!