મુન્નાભાઈ એ રાખ્યો છગન ને એકાઉન્ટટ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મુન્નાભાઈ એ એકાઉન્ટટ તરીકે છગન ને રાખ્યો.. છગનલાલ બહેરા ને મૂંગા હતા. રાઝ સાંભળીના જાય એટલે બહેરો અને કોર્ટમાં સામે ઝુબાની ના આપે એટલા માટે મૂંગા ભાઈને રાખેલા.

છગન  એકાઉન્ટટે  ૫૦ લાખનું કરી નાખ્યું.

મુન્ના ભાઈ સર્કિટને લઈને તેની પાસે ગયા. સર્કિટ બહેરા મૂંગાની ભાષા સમજતો હતો.

મુન્ના: બોલ તે મારા ૫૦ લાખ ક્યાં રાખ્યા છે.

સર્કિટ : ઈશારાથી સમજાવ્યું.

છગન (ઈશારા): કયા પૈસાની વાત કરો છો હું કઈ નથી જાણતો.

સર્કિટ : ભાઈ , તે કહે છે કે એણે કઈ ખબર નથી કે કયા પૈસા ની વાત કરો છો.

મુન્ના પિસ્તોલ કાઢીને કાન પાસે રાખીને: હવે કહે કે આ ઈશારાથી સમજવું કે બોલીને…

સર્કિટ ઈશારાથી વાત સમજાવે છે…

છગન (ઈશારાથી ): કહું છું કહુછું મેં મારા કાકાના ખેતરમાં પેટીમાં મૂકી રાખ્યા છે.

મુન્ના : શું કહે છે સર્કિટ ?

સર્કિટ : ભાઈ એ કહે છે કે તમે અમથી માંથી પિસ્તોલ લઈને ફરો છો ચલાવતા થોડી આવડે છે

via- પ્રવીણભાઈ શાહ

Leave a Reply

error: Content is protected !!