એક મોટીવેશનલ સ્ટોરી – Motivation Gujarati Story

એક શહેરમાં એક પરીવાર હતો. એ પરીવારમાં બે પુત્રો. એક જ પરીવારમાં ઉછરેલા હોવા છત્તાં બન્ને વચ્ચે જમીન આસમાનનો તફાવત.

મોટો જુગારી, જુઠ્ઠાબોલો, બદમીજાજ, શરાબી અને પરીવારને માનસીક તેમજ શારીરીક પરેશાની આપે

અને

નાનોભાઇ એનાથી એકદમ વિરૂધ્ધ સ્વભાવનો. શાંત, વ્યવસ્થીત કરીયર, સફળ વ્યવસાય, સંસ્કારી, સમાજમાં પ્રતિષ્ઠા.

શહેરના લોકોને બહુ જ નવાઇ લાગે, એક જ પરીવાર, એક સરખો ઉછેર અને આવું પરીણામ કેમ?

પહેલાં શરાબી અને જુગારી પુત્રને પુછવામાં આવે છે કે તમારી હાલની પરિસ્થિતિ છે એના માટે કોણ જવાબદાર? જવાબ: મારા પીતાશ્રી. લોકોને થોડું અચરજ થયું પણ પછી નક્કી કર્યું કે ચાલો બીજા પુત્રને પુછીએ. અને આશ્ચર્ય વચ્ચે એનો પણ એ જ જવાબ હતો. મારા પીતાશ્રી.

પછી તપાસ કરતાં ખબર પડી કે એ બન્નેના પીતાશ્રી એક નંબરના શરાબી, બદમીજાજ અને કુટુંબને પરેશાની આપતા વ્યક્તિ હતા.

મોટોભાઇ એ એમના વર્તનથી પ્રેરીત થઈ એમને જ ફોલો કરતો હતો, અને નાનો એ વર્તન સહન કર્યા પછી, એવું વર્તન હું તો નહી જ કરૂં અને કોઇને મારા થકી એ અનુભવ નહી થવા દઊં.

બન્ને એક જ વ્યક્તિથી પ્રેરીત હતા. પણ મોટા એ સરળ રસ્તો લીધેલો. અને નાના એ અઘરો પણ લોકોને ફાયદાકારક માર્ગ અપનાવેલો.

મોરલ: નબળી વસ્તુ અપનાવવી સહેલી છે. પણ તકલીફ વાળી વસ્તુ પર ઝઝુમીને સફળ થાવું એ એક લાંબો અને કાયમી માર્ગ છે.

આભાર: મીતેશભાઇ પાઠક

Leave a Reply

error: Content is protected !!