ગુજરાતીઓ ની ખાસીયત – ગુજરાતી રમુજ Gujarati Fun

એક વાત તમે લોકો યે ઓબ્ઝર્વ કરી છે? ભારતીયો અને એમાંય ખાસ કરીને આપણે ગુજરાતી ઓ જયારે બહાર કઈ ખાવા પીવા જાય ત્યારે અમુક ટેવો (કુટેવો)

૧. હમેશા સૂપ, છાશ મંગાવશે ત્યારે ૧/૨ જ મંગાવશે (ગુજ્જુ ની શોધ)

૨. શેરડી નો રસ કે લસ્સી મંગાવતી વખતે, બરફ નાખવાની ના પાડશે અને પછી થોડા ઘુંટડા પી ને બરફ નખાવશે

૩. ખાતા ખાતા, લાફિંગ ફેકટરી ના જોક્સ બીજા મિત્રો ને કહેશે, પણ ક્યારેય જ્ઞાન સાથે ગમ્મત માં જોડાવા નું નહિ કહે

૪. પાણી પૂરી, સેવ પૂરી, ભેળ કઈ પણ ખાવા જશે, છેલ્લે એક્સ્ટ્રા પૂરી તો ખાશે જ….

૫. દર વખતે બધા આઈસ્ક્રીમ/મીઠાઈ ના ફ્લેવર્સ ના સેમ્પલ લેશે અને છેલ્લે તો દર વખત ની જેમ જે ખાતા હોય એ જ મંગાવશે…

આવી તો બીજી ઘણી ખાસિયતો હશે, કોમેન્ટ માં લખી શકો છો…

Leave a Reply

error: Content is protected !!