નવી માં અને સાચી માં – Real Mother vs Step Mother

એક નાના બાળક ને પૂછવામાં આવ્યું કે તારા ઘર માં સાચું કોણ
બોલે છે ?
તારી નવી માં કે
પછી તારી સાચી માં ?
છોકરા એ જવાબ માં કહ્યું…
મારી નવી માં સાચું બોલે છે …
અને મારી સાચી માં ખોટું બોલતી હતી…
ત્યાં બેઠેલા બધા નવાઈ પામ્યા કે આવું હોવુજ અશક્ય છે.
બધા એ કહ્યું શું ખરેખર આવું જ છે ?
છોકરા એ કીધું હા, હું જયારે પણ મસ્તી કરું છૂ ત્યારે મારી નવી માં મને વઢે છે
કે
જો તું મસ્તી કરીશ તો હૂં આજે તને જમવાનું નહિ આપું અને એ
મને નહોતી જ આપતી.
.
પણ મારી સાચી માં મને ફક્ત વઢતી જ હતી જમવાનું તો એ દરરોજ આપતી જ
હતી…

આભાર: અસ્મીતસિંહ પરમાર

Leave a Reply

error: Content is protected !!