ફેસબુક ને વગોવનારા માટે તમાચો – slap on facebook opposer

ફેસબુક ને વગોવનારા લોકો માટે તમાચા રૂપ જવાબ અને એ પણ મારા ભાઈ અને જ્ઞાન સાથે ગમ્મત અને લાફિંગ ફેક્ટરી ના મિત્ર શ્રી કમલેશ ભાઈ વ્યાસ તરફથી

જો ખરેખર ગમે તો શેર કરવાનું ભૂલશો નહિ

મિત્રો આજકાલ એક ફેશન ચાલી રહી છે,ફેશબુક તથા ફેશબુક યુઝર્શને વગોવવાની(બીલકુલ ગુજરાત તથા ગુજરાતીઓ ને જેમ મીડીયા વગોવે છે)આપણે ત્યાંના પ્રતિશ્ઠિત સમાચાર પત્રોના કહેવાતા પ્રતિશ્ઠિત કોલમ-નવેશો, જાણે કે તુટી પડ્યા છે,ફેશબુક એટલે કે ચર્ચાનો ચોરો, જુનાજમાના ના ગામ ના ચોરાનુ નવુ વર્જન,પંચાતીયાઓ નુ પંચાતખાનુ,અધુરા ઘડાઓને છલકાવા નો ઉકરડો વિગેરે..વિગેરે….. અરે ભાઈ શા માટે?..શું અમે કાંઈ તમારુ ખરાબ કર્ય? તમારો કોઈ ગરાસ લુંટી લીધો? તમારા અખબાર નુ સર્ક્યુલેશન ઓછુ થઈ ગયુ? તમારી કોલમ છીનવાઈ ગઈ?…ના આમાનુ કશુજ નથી થયુ…તો પછી શું થયુ?કે તમે લોકો બસ આમજ અમારી પાછળ તુટીજ પડ્યાછો?અમેતો બસ એમજ અમારી મસ્તીમાં, તમોને કોઈપણ પ્રકાર ની પજવણી કર્યા વગર, અમારા મગજમાં જે આવેતે(જે આવે ગળામાં ઉલટથી તે ગાઈ જવામાં લિજ્જત છે-થેંક્સ ટૂ આદરણીય અમ્રુત ઘાયલ સાહેબ) અમારા ખુલ્લાદિલના વિચારો અમારા મિત્રો સાથે વંહેચીએ છીએ.એમાં તમોને કઈ જગ્યાએ દુખ્યુ? અમે માનીએ છીએ કે તમે મહાન છો.અને તમારામાંના કેટલાક તો ખરેખર અમારી નજરમાં પણ મહાનજ છે,અમારો આદર્શ પણ છે.જ્યારે અમે તમારા કરતા ઘણા નીચા,વામણા,ક્ષલ્લુક માનવિઓ ક્ષુદ્ર જીવજંતુઓ (તમારી નજરે..)હોઈશુ.OK સાહેબો માન્યુ કે તમારા વિચારો મહાન, તો શું અમને અમારા (તમારી નજરે) ક્ષલ્લુક વિચારો રજુ કરવાનો હક નહી?અરે તમો બધા સાહિત્ય ની શેરીઓ માં ફરનારા વિરાટકાય પ્રાણીઓ, તો શું (તમારી નજરે)અમારા જેવા ક્ષુદ્ર જીવજંતુ ઓ ને જીવવાનો હક નહી?તમો બધા બૌધીકતા ના આકાશમાં ખુબ ઉંચે ઉડનારા, તો શું અમોને નીચે અમારી જમીન ઉપર પગ ટેકવીને ઉભા પણ રહેવાનો હક નહી? ચાલો માન્યુ કે અંહીયા અમારા જેવા અધુરા ઘડા જેવા સાહિત્ય ની પુરતી સમજ ના હોય એવાઓ નો રાફડો ફાટી નીકળ્યોછે.OK Sir તો શું તમારી કોલમોમાં જે આવે છે તે બધુજ સાહિત્ય ની દ્રષ્ટિએ ખરુ ઉતરે એવુ હોયછે?અને અમે તો માનીએ છીએ કે અમે અધુરા ઘડા છીએ જેથી ક્યાંક શક્યતા છે પુરા ભરાવાની.પરંતુ તમે કોના સર્ટીફીકેટ થી પોતાની જાતને છલોછલ ઘડા માની બેઠા?ઉપરથી પાછી થોડુ-ઘણુ ભરાવાની શક્યતા પણ ગુમાવી બેઠા….ચાલો માન્યુ કે આજની યુવાપેઢી ફેસબુક ની બંધાણી થઈ ગઈ છે.તો શું તમે એ નથી જાણતા કે રોજ સવારે સમાચાર પત્રો વાંચવાનુ કેટલાને બંધાણ છે?(અને એના ઉપર તો તમારી રોજી-રોટી ચાલે છે.)અને શું આપશ્રી”બંધાણ” નો બહોળા અર્થમાં અર્થ જાણો છો?અને જો જાણતા હો તો અમને Atleast એક વ્યક્તિ નુ નામ આપો કે જેને એક પણ વસ્તુ નુ બંધાણ,વ્યસન ના હોય,કદાચ આ દૂ:નિયા માં છેલ્લે ભગવાન શ્રીક્રુષ્ણ એ કેટેગરીમાં આવતા હતા.અરે! છોડો એ બધી ચર્ચા,ચાલો અમે સ્વિકારી લઈએ છીએ કે અંહીયા બધુજ ખરાબ છે. તો શું આપને ત્યાં બધુજ બરબર છે?કાગડા અને બગલા વચ્ચેનો ભેદ માત્ર કલર પુરતોજ હોય છે.તેતો આપશ્રીઓ જાણતાજ હસો? બાકી ભલ-ભલા સમજુઓ પણ એક વખત તો અણસમજુઓ જ હતા.OLYMPIC ઁમાં દોડનારા પણ ક્યારેક તો પા-પા પગલી ભરતા હશેને? અને બધુજ શીખીને આવેલ હોય એવો તો અમે એકજ વ્યક્તિ જાણીએ છીએ”કર્ણ”ને,અને એ પણ બધુજ ક્યાં જાણતો હતો. આમ તો એક સર્વ-સાધારણ નિયમ છે કે કોઈ વ્યક્તિ કોઈને વગોવશે ક્યારે? ઇર્શા ક્યારે કરશે?ટાંટીયા ક્યારે ખેંચશે?….બધી ચોખવટ કરવાની જરુરત નથી.આપ જાણોજ છો.આપશ્રીઓ તો ખુબજ બૌધીક ,સાહિત્યિક પ.પુ.ધ.ધુ.ઓ છો.અમારા જેવા નાના માણસોએ તમોને આ બધુ નાજ કહેવાનુ હોય.અને આમપણ આજ સુધી અમે ક્યારેય પણ આપના રસ્તા માં વચ્ચે નહોતા આવ્યા.અમે તો અમારી એક નાનકડી કેડી બનાવીને ચાલતા હતા.પરંતુ તમેજ તમારો રાજમાર્ગ છોડીને અમારી વચ્ચે આવ્યા,તેથી બે શબ્દો બોલવાની ગુસ્તાખી થઈ ગઈ.તો શક્ય હોય અને તમારી ફીતરતમાં હોય તો માફ કરી દેશો…………અસ્તુ

Leave a Reply

error: Content is protected !!