બોસ ને હંમેશા પહેલો બોલવા દ્યો – ગુજરાતી રમુજ

એક સેલ્સમેન-એડમીન ક્લર્ક અને મેનેજર લંચ માટે કેન્ટીનમા જતા હતા ત્યાં એન્ટીક લેમ્પ મળ્યો અને તેણે ઘશ્યો તો તેમાં થી જીન નીકળ્યો.
જીન એ કહ્યું કે મેં તમને ત્રણેય ને સાથે દેખ્યા એટલે ત્રણેય ની એક એક ઈચ્છા પૂરી કરી આપીશ.

હું પહેલા, હું પહેલા, સેલ્સમેન બોલ્યો ..
જીને કહ્યું હા બોલો …
સેલ્સમેન એ કહ્યું કે મારે દુનિયા ની પરવા કર્યા વગર ,બહામા ટાપુઓ પર જવું છે અને સ્પીડ બોટમા ફરવું છે

જીને કહ્યું .છ્છ્છ્છ્હું એ પહોંચી ગયો …

હવે હું હવે હું …. એડમીન ક્લર્ક બોલ્યો …

જીને કહ્યું હા બોલો …

એડમીન ક્લર્ક કહે મારે હવાઈ ટાપુઓ મા જવું છે ખુબ ખાના ખજાના અને આંખ મીચીને કહ્યું જિંદગીનો આનદ….

જીને કહ્યું .છ્છ્છ્છ્હું એ પહોંચી ગયો …

હવે તમે બોલો …. જીને , મેનેજર સામે જોઈને કહ્યું

મેનેજર, એ બંને ને લંચ પછી ઓફીસ મા હજાર કરો..

હમેશા બોસ ને પહેલા બોલવા દો.

સ્ત્રોત: વિપુલભાઈ શાહ

Leave a Reply

error: Content is protected !!